સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો. શહેરમાં સરદાર માર્કેટમાં રવિવારે મારામારીની ઘટના બની હતી. જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. અને મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.
સિક્યુરિટી ગાર્ડએ મહિલાઓને માર્યો ઢોર માર
રવિવારે શહેરના સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરી છે તેઓ મહિલાઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને બેહરેમી થી માર મારવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાઓના પરીવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્યકુમાર રાજેશ કુમાર સીંગની ધરપકડ કરી. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લુખાતત્ત્વો પર લગામ લગાવવા કડક કાયદા જરૂરી
શહેરમાં અસમાજિક તત્ત્વો સામે લગામ લગાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં સુરત શહેર ઉપરાંત રાજ્યભરમાં બેફામ બનેલા લુખાતત્વો પર પોલીસનો કોયડો વિંઝાયો છે. ગુનેગારોને જેલભેગા કરાયા તો કેટલાક બુટલેગર અને અસમાજિક તત્ત્વોના ગેરકાયદે બનેલા મકાન તોડવામાં આવ્યા હતા. છતાં પણ અસમાજિક તત્ત્વોમાં કાયદાનો ડર જોવા મળતો નથી. સરદાર માર્કેટમાં બનેલ ઘટના બતાવે છે કે લુખાતત્ત્વો પર લગામ લગાવવા સરકારે હજુ પણ કડક પગલા લેવા પડશે.