• કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી અપીલ
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કરો પાલન
  • બૂસ્ટર ડોઝ બાકી હોય તો કરાવી લો બુકિંગ

ચીન સહિત દુનિયાભરમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે. આ સમયે લોકો ફરીથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં પણ આ નવા સબ વેરિઅન્ટ BF.7નો ખતરો જોવા મળી રહ્યો છે. આ સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અપીલ કરી છે કે અત્યારસુધી બૂસ્ટર ડોઝ લીધો નથી તો અવશ્ય લો. કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને સમયાંતરે હાથ ધોતા રહો. જો તમે હજુ સુધી કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો નથી તો તમે ફટાફટ ઘરે બેઠા તેને માટેનું બુકિંગ કરાવી લો.

આ રીતે બુક કરો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

  • બૂસ્ટર ડોઝની એપોઈન્ટમેન્ટ લેવા માટે તમે આરોગ્ય સેતુ કે કોવિન એપની મદદ લઈ શકો છો.
  • જો તમે CoWIN વેબસાઈટ પરથી બૂસ્ટર ડોઝની એપોઈન્ટમેન્ટ બુક કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા કોઈ પણ વેબ બ્રાઉઝર પર વેબસાઈટ ખોલો.
  • આ પછી કોવિન સાઈટ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગઈન કરો. અહીં એ નંબર લખો જે પહેલા તમે વેક્સિન લીધી ત્યારે આપ્યો હતો.
  • તમે ઈચ્છો તો CoWIN સાઈટથી તમારા છેલ્લા 2 ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટને પણ ડાઉનલોડ કરી શકો છો. તમને ખ્યાલ આવશે કતે તમે છેલ્લે વેક્સિન ક્યારે લીધી હતી.
  • બૂસ્ટર ડોઝ કોરોનાની વેક્સિનની અન્ય ડોઝના 9 મહિના બાદ લેવાય છે. જો તમે પણ અન્ય ડોઝ લગાવવા માટે 9 મહિનાથી વધારે સમય થયો છે કે નહીં તે જાણીને એપોઈન્ટમેન્ટ શિડ્યુલ કરો.
  • બૂસ્ટર ડોઝની એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે નોટિફિકેશનની સામે રહેલા શેડ્યુલ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી વેક્સિનેશન સેન્ટરને શોધવા માટે જિલ્લા અને પિનકોડનું નામ રજિસ્ટર કરો.
  • પછી વેક્સિનેશન સેન્ટર પર બૂસ્ટર ડોઝ માટે તારીખ અને સમય અને પસંદ કરો. તમારી એપોઈન્ટમેન્ટ બુક થઈ જશે.
  • ધ્યાન રાખો કે તમે પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર માટે એપોઈન્ટમેન્ટ બુક કરો છો તો તમારે વેક્સિનના ડોઝ માટે રૂપિયા ચૂકવવાના રહેશે.  

  • Follow us on: