• પેટદર્દ ફક્ત પેટ પૂરતું સીમિત રહેતું નથી
  • તે પાંસળીઓ અને પેટની આસપાસના ભાગને પણ પ્રભાવિત કરે છે
  • પેટદર્દના કારણોમાં ફૂડ પોઈઝનિંગ, ફૂડ એલર્જી અને કબજિયાત સામેલ

જો તમને પણ ક્યારેય પણ ફૂડ પોઈઝનિંગ કે પેટનું ઈન્ફેક્શન થયું છે તો તમે તેમાં થતા દર્દ, ઉલ્ટી અને કબજિયાતનો સામનો કર્યો હશે. જે ખાસ કરીને અનેક બીમારીમાં જોવા મળે છે. આ બીમારી કેટલાક દિવસમાં ક્યોર થઈ જાય છે અને પેટ દર્દ પણ દવા લીધા બાદ ઓછું થાય છે. જો પેટ દર્દ લાંબા દિવસો સુધી રહે છે તો તેને ઈગ્નોર કરવું નહીં અને તરત જ ડોક્ટરની પાસે જાઓ. પેટ દર્દની સારવાર તેના કારણોના આધારે થાય છે અને દર્દને ઘટાડવા માટે અનેક ઉપાયો કરી લેવામાં આવે છે.

કેવી રીતે જાણશો કે પેટ દર્દ ગંભીર છે કે સાધારણ

પેટદર્દ કેટલું ગંભીર છે તે તપાસ વિના જાણવું મુશ્કેલ છે કેમકે અનેક બીમારીમાં એવું થાય છે જેમાં વાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ (પેટનો ફ્લૂ), ફૂડ પોઈઝનિંગ, ફૂડ એલર્જી અને કબજિયાત સામેલ છે. પેટદર્દના અનેક કારણો હોય છે પણ કેટલાક સંકેત પણ હોય છે જે ગંભીર બીમારીનો ઈશારો કરે છે. આ સ્થિતિમાં તરત જ સારવારની જરૂર હોય છે. 24 કલાકથી વધારે સમય સુધી ઉલ્ટી કે ઝાડાની સમસ્યા રહે છે તો તેને હળવાશમાં ન લો. પેશાબ, ઉલ્ટીમાં લોહી આવે તો, પેટમાં સોજો આવવો, સતત તાવ આવવો અને વધારે દર્દ થવું તે પણ ગંભીર હોઈ શકે છે. જો પેટદર્દ 1-2 દિવસમાં સારુ ન થાય અને કામ ન કરી શકો કે દર્દ સહી ન શકો તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો.

જાણો પેટદર્દના 7 ગંભીર કારણો અને સંકેત

એેપેન્ડિસાઈટિસ

આ બીમારીમાં એપેન્ડિક્સમાં સોજાના કારણે દર્દ થાય છે. જો સારવાર ન મળે તો સ્થિતિ બગડી શકે છે. આ સમયે પેટમાં ભયાનક દર્દ રહે છે જે સામાન્ય રીતે નાભિની આસપાસ શરૂ થાય છે અને પેટના નીચેના ભાગમાં અનુભવાય છે. આ સિવાય આ સમયે દર્દ સમયની સાથે વધતું રહે છે. તે તમને ખાંસી આવે ત્યારે અને ચાલતી સમયે પણ અનુભવાય છે. તેમાં તાવ, ભૂખ ન લાગવી, ઉલ્ટી આવવી સામેલ છે. એપેન્ડિસાઈટિસને એક મેડિકલ ઈમરજન્સી માનવામાં આવે છે અને સ્થિતિ ખરાબ થાય તો સર્જરીથી તેને હટાવવું પડે છે. તેને ટ્રીટમેન્ટ વિના રખાય તો 48થી 72 કલાકમાં એપેન્ડિક્સ ફાટી શકે છે.

કોલોસિસ્ટિટિસ

આ બીમારી પિત્તાશય સંબંધિત છે. તેમાં પિત્તાશયની થેલીમાં સોજો આવે છે અને પેટની ઉપરના ભાગમાં અચાનક અસહ્ય દર્દ થવા લાગે છે. અનેકવાર તે ખભા અને પીઠ સુધી પણ પહોંચી જાય છે. આ સિવાય કોલેસિસ્ટિટિસના અન્ય લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ઉલ્ટી આવવી, શ્વાસ સંબંધી બીમારી અને જમ્યા બાદ પણ દર્દ થાય છે. કોલેસિસ્ટિટિસની સારવાર તેની ગંભીરતા પર આધાર રાખે છે. તેમાં પહેલા દવા અને એન્ટીબાયોટિક્સ અપાય છે અને જો ફેર ન પડે તો પિત્તાશયની થેલીની સર્જરી કરાવી શકાય છે.

પેંક્રિયાટાઈટિસ

આ બીમારીમાં પેનક્રિયાસમાં સોજો આવે છે. આ બીમારીમાં દર્દ ઝડપી બને છે. જે પેટની ઉપરના મધ્ય ભાગમાં શરૂ થાય છે અને તમારી પીઠ કે છાતીમાં ફેલાઈ શકે છે. તેમાં ઉલ્ટી, તાવ, પેટમાં સોજો, ખરાશ અને હાર્ટબીટ વધવાના લક્ષણો જોવા મળે છે.

ઈરિટેબલ બોઉલ સિંડ્રોમ

ઈરિટેબલ બોઉલ સિંડ્રોમ બહુ ગંભીર રોગ નથી, પરંતુ તેમાં થતો દુખાવો તમને પરેશાન કરી શકે છે. IBS એ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ બીમારી છે જે મોટા આંતરડાને અસર કરે છે. IBS પેટના નીચેના ભાગમાં દુખાવો પેદા કરી શકે છે. આમાં તમને પેટમાં ખેંચાણ, પેટનું ફૂલવું, ગેસ, ઝાડા, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેની સારવારમાં દવાઓ અને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે.

બાઉલ ઓબ્સ્ટ્રક્શન

આંતરડાના અવરોધની સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે શરીરમાં તંતુમય પેશીઓ જેવી કોઈ વસ્તુ આંતરડાને અવરોધે છે. જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને વ્યક્તિને દુખાવો થવા લાગે છે. આ રોગ એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમણે સર્જરી કરાવી હોય અને તે પછી તેમની અંદર ડાઘ પેશી (તંતુમય પેશી) બને છે. પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો થાય છે. આ સિવાય લોકોને ઉલ્ટી, પેટમાં સોજો, ગેસ જેવી સમસ્યાઓ પણ થાય છે. તેની સારવારમાં, ડૉક્ટર દર્દીને IV પ્રવાહી આપે છે.

પેપ્ટીક અલ્સર

આ રોગ પેટની અંદર અને નાના આંતરડાના પહેલા ભાગમાં અલ્સર અથવા ખુલ્લા ઘાના કારણે થાય છે. આમાં, પેટમાં દુખાવો થાય છે જે ખોરાક ખાવાથી વધે છે. આ સિવાય ઉબકા-ઉલ્ટી, પેટનું ફૂલવું, ગેસ થવો, પેટમાં બળતરા થવી અને વજન ઘટવું એ પણ તેના લક્ષણો છે. તેની સારવાર માટે સામાન્ય રીતે એસિડ શમન દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ એસિડ ઘટાડે છે જેના કારણે અલ્સર મટી જાય છે.

ડાયવર્ટિક્યુલિટીસ

આ રોગ ત્યારે થાય છે જ્યારે આંતરડાની દિવાલો પર નાના મણકાના પાઉચ, જેને ડાયવર્ટિક્યુલિટિસ કહેવામાં આવે છે, સોજો આવે છે, બળતરા આંતરડાની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે પેટમાં દુખાવો અને કબજિયાત થાય છે. ડાયવર્ટિક્યુલાટીસના અન્ય લક્ષણોમાં તાવ, શરદી, ઉબકા અને ઉલટી અને સ્ટૂલમાં લોહીનો સમાવેશ થાય છે. ડાયવર્ટિક્યુલાટીસની સારવાર રોગની તીવ્રતા પર આધારિત છે. સામાન્ય રીતે ડૉક્ટરો દર્દીને એન્ટિબાયોટિક્સ આપે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સર્જરી પણ કરી શકાય છે. 

  • Follow us on: