• હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું છે
  • બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે?
  • શું છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો

ટીવી એક્ટ્રેસ હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. કરોડો લોકોના દિલ પર રાજ કરનારી હિના ખાનની બિમારીના સમાચાર મીડિયામાં આવતા જ ફેન્સ હેરાન થઈ ગયા છે. હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બીમારીની લઈને એક પોસ્ટ શેર કરી છે. જેમાં એક્ટ્રેસે તેના ફેન્સને જણાવ્યું હતું કે તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે.

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

બીમારી વિશે જાણકારી આપતાં હિના ખાને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, બધાને નમસ્કાર, જે લોકો મને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે. હું તેમના માટે એક સમાચાર શેર કરવા જઈ રહી છું. મને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. આ મારા જીવનનો આગામી પડકાર છે. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું ઠીક છું. હું મજબુત, નિશ્ચયી છું અને આ બીમારીને નિયંત્રણમાં લેવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને આમાંથી વધુ મજબૂત રીતે બહાર આવવા માટે હું જે પણ જરૂરી છે તે કરવા તૈયાર છું.

બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે?

બ્રેસ્ટ કેન્સર એ એક કેન્સર છે જે બ્રેસ્ટ પેશીઓમાં શરૂ થાય છે. અને પછી બ્રેસ્ટ કોષો ધીમે ધીમે વધવા લાગે છે. જ્યારે કેન્સરના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તેઓ ગાંઠનું સ્વરૂપ લે છે અને પછી બ્રેસ્ટ કેન્સર થાય છે.

સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરમાં શરીરની સ્થિતિ?

સ્ટેજ 3 માં બ્રેસ્ટ કેન્સર, જેને ઈનવેસિવ બ્રેસ્ટ કેન્સર પણ કહેવાય છે. બ્રેસ્ટ અને આસપાસના પેશીઓ જેમ કે છાતીના સ્નાયુઓ અને લિમ્ફ નોડ્સમાં કોષોની અસામાન્ય વૃદ્ધિ થાય છે. ગાંઠો સામાન્ય રીતે સ્ટેજ 1 અથવા 2 ની તુલનામાં મોટી હોય છે, પરંતુ કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાતું નથી.

આ કારણોના આધારે બ્રેસ્ટ કેન્સરનું સ્ટેજ નક્કી કરવામાં આવે છે. જેની શરૂઆત TNM ટેસ્ટથી થાય છે

T ટ્યૂમરના આકાર માટે છે.

N એ અસરગ્રસ્ત લિમ્ફ નોડ્સની સંખ્યા માટે છે.

M સૂચવે છે કે શું તે મેટાસ્ટેસાઈઝ્ડ છે, અથવા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. જે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરના કિસ્સામાં થતું નથી.

બ્રેસ્ટ કેન્સરના લક્ષણો

એક અથવા વધુ ગાંઠ તમારા બ્રેસ્ટમાં અનુભવાય છે. જો આ ગાંઠ ખૂબ જ સખત હોય અને તેમાં વિચિત્ર દુખાવો હોય, તો તે બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ક્યારેક બ્રેસ્ટ કેન્સરમાં ગાંઠમાં પીડાદાયક દુખાવો થાય છે અને તેને સ્પર્શતા જ દુખાવો વધવા લાગે છે. તો આ બ્રેસ્ટ કેન્સરના આ સૌથી સામાન્ય લક્ષણો છે. જો તમે તમારા સ્તનમાં ગાંઠ અનુભવો છો, તો તરત જ ડોક્ટરની સલાહ લો.

બ્રેસ્ટ અથવા અંડરઆર્મ્સમાં નવી ગાંઠ

બંને બ્રેસ્ટની સાઈઝમાં ફેરફાર

નિપ્પલમાંથી બ્લડ આવવું

બ્રેસ્ટમાં ખંજવાળ આવવી

બ્રેસ્ટના ચોક્કસ વિસ્તારમાં ખંજવાળ અથવા સોજો

બ્રેસ્ટની ચામડીના રંગમાં ફેરફાર

નિપ્પલમાં દુખાવો થવો

નિપ્પલમાંથી પાણી જેવા પદાર્થનું નીકળવું

બ્રેસ્ટના કોઈપણ ભાગમાં દુખાવો થવો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: