• ખાલી પેટે ચા પીવાની ગંભીર આડ અસરો
  • સવારમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • ચાનું યોગ્ય રીતે સેવન મ કરવાથી થશે નુકસાન

આપણા દેશમાં ચા જેટલો ક્રેઝ છે તેટલો ભાગ્યે જ બીજા દેશમાં જોવા મળશે. ચા પ્રેમીઓ માટે, સવારે અને સાંજે ચા સાથે બધું જ થાય છે. દુનિયાભરના લોકો ભલે ગમે તેટલું કહેતા હોય કે ચા સ્વાસ્થ્ય માટે સારી નથી, પરંતુ જે લોકો ચા પીતા હોય તેમને તેની પરવા નથી.

અમુક હદ સુધી જો યોગ્ય રીતે ચાનું સેવન કરવામાં આવે તો વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે ખોટા સમયે ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવી. જો આ તમારો ચા પીવાનો સમય છે, તો આજે તમને તેનાથી થતા જોખમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પેટ માટે હાનિકારક

જો તમે ખાલી પેટે ચા પીતા હોવ તો તે ઘણું નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમને એસિડિટી, ગેસ, પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો પહેલાથી જ પેટ સંબંધિત બીમારીઓથી પીડિત છે તેમણે ખાલી પેટ ચા ન પીવી જોઈએ. ચામાં એસિડ હોય છે, તેથી સવારે ખાલી પેટ ચાનું સેવન કરવાથી તમારા પેટમાં એસિડની માત્રા વધુ વધી જાય છે.

દાંતમાં સડો થવાનું વધી જશે જોખમ

જો તમે સવારે ઉઠતાની સાથે જ ચા પીતા હોવ તો આ આદત તમારા મોં માટે બિલકુલ સારી નથી. ચામાં પ્રાકૃતિક એસિડ હોય છે જેના કારણે દાંત ઝડપથી સડવા લાગે છે. આ સાથે શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ ઘણી વધી જાય છે. ચામાં ટેનિક એસિડ હોય છે તેથી તે દાંત પીળા અને કદરૂપા દેખાય છે. જો ઘરના બાળકોમાં નાનપણથી જ આવી આદત પડી ગઈ હોય તો ભવિષ્યમાં તે તેમના મૌખિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આયર્ન અને કેલ્શિયમની ઉણપ થઈ શકે છે

રોજ ખાલી પેટ ચા પીવાથી શરીરમાં આયર્ન અને કેલ્શિયમ બંનેની ઉણપ થઈ શકે છે. ચામાં ટેનીન મળી આવે છે જે આયર્ન અને કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે શોષવા દેતા નથી. જેના કારણે શરીરમાં નબળાઈ, થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ રહે છે. આ સિવાય આયર્ન અને કેલ્શિયમની યોગ્ય સપ્લાયના અભાવે પણ તમારા શરીરમાં વિવિધ રોગો થઈ શકે છે.

કેન્સરનું જોખમ પણ વધી જશે

જો તમે ચા પીવાના શોખીન છો તો આજે જ તમારી આદત બદલો કારણ કે આ નાનકડા વ્યસનને કારણે તમને કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે. ખાલી પેટે સવારે ચા પીવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ વધી જાય છે. કોઈપણ પ્રકારનું જોખમ લેવા કરતાં તમારી આ આદતમાં સુધારો કરવો વધુ સારું છે.

(Disclaimer- અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી આધારિત છે, સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: