• એનિમલ ફેટનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો
  • સ્ટ્રેસ ઓછો રહે તેનું ધ્યાન રાખવું જરૂરી
  • રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી

આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાનપાન જે રીતના છે તેમાં બોડીમાં કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધી રહ્યો છે. તેના કારણે અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં મળતો મીણ જેવો પદાર્થ છે જે લિવર તૈયાર કરે છે અથવા આપણે જે ખાઈએ પીએ છીએ તેનાથી જમા થાય છે. જો તેનું પ્રમાણ વધી જાય તો પણ તે જોખમી બને છે.. તો જાણો તેને કંટ્કોલમાં રાખવા માટે કયા ઉપાયો તમારી મદદ કરશે.

કોલેસ્ટ્રોલથી કઈ બીમારીઓનો ખતરો વધે છે

શરીરમાં વધારે પડતા કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેકનું રિસ્ક વધે છે અને સાથે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ઉલ્લેખનીય છે કે આ કોલેસ્ટ્રોલના કારણે વર્ષે 44 લાખ લોકોના મોત થાય છે. તો તમે નાની વાતોનું ધ્યાન રાખીને તેને અવોઈડ કરવાના પ્રયાસ કરી શકો છો. તો જાણો કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અનેક ઉપાયો અજમાવી શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના 5 સરળ ઉપાયો જાણો

1. દવાઓ

WHF મુજબ કેટલીક દવાઓ જેમ કે સ્ટેટિન, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અથવા તેના જોખમોને રોકવામાં મદદ કરી શકે છે. આને ટાળવા માટે જીવનશૈલી અને આહારમાં સુધારો કરવો જોઈએ.

2. મીઠું ઓછું ખાઓ

ખાદ્યપદાર્થોમાં તે વસ્તુઓની માત્રાને સંપૂર્ણપણે ઓછી કરો, જેમાં મીઠું વધુ હોય. તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજનો સમાવેશ કરો. આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

3. એનિમલ ફેટનો ઉપયોગ કરશો નહીં

ખોરાકમાં નોનવેજ શક્ય તેટલું ટાળો. તેમાં ચરબી જોવા મળે છે, જે ઝડપથી કોલેસ્ટ્રોલ વધારી શકે છે. તેના બદલે હેલ્ધી ફેટી ફૂડનું સેવન ન કરવું જોઈએ. વજન નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

4. દારૂ અને સિગારેટથી દૂર રહો

વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) અનુસાર કોલેસ્ટ્રોલને ટાળવા અને ઘટાડવા માટે વ્યક્તિએ દારૂ અને સિગારેટથી દૂર રહેવું જોઈએ. તેનાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. કોલેસ્ટ્રોલ લેવલ પણ નથી વધતું.

5. તણાવ ન લો, કસરત કરો

WHF કહે છે કે તણાવથી દૂર રહીને અને નિયમિત કસરત કરીને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરી શકાય છે. તમે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરીને તમારી જાતને ફિટ બનાવી શકો છો.

Disclaimer : આ આર્ટિકલ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. આ વાત સાથે સંદેશ સહમત નથી.

  • Follow us on: