- જાતીય જનગણનાને લઇને રાજકારણ તેજ
- બસપા સુપ્રિમોએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
- માયાવતીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
દેશમાં જાતિ જનગણનાને લઈને રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસ જેવી મુખ્ય વિપક્ષી પાર્ટીએ જાતિ ગણતરી કરાવવાની માંગ ઉઠાવી છે. જેને લઇને BSP સુપ્રીમો માયાવતીએ જાતિ વસ્તી ગણતરી અને બંધારણ સન્માન સમારોહની માંગને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
સત્તામાં હતા ત્યારે કેમ ન કરાવી જાતિ ગણતરી?
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસ વિરુદ્ધ ઘણુ બધુ લખ્યુ. તેમણે સવાલ કર્યો કે આટલા વર્ષોથી તમે સત્તામાં છો તો તમે જાતિ ગણતરી કેમ નથી કરાવી ? તેમજ માયાવતીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે તેઓની રણનીતિ અને ચારિત્ર્યથી સાવચેત રહે.
બાબા સાહેબને કેમ ન આપ્યો ભારત રત્ન ?
માયાવતીએ ટ્વિટર પર પોસ્ટ કરતા વધુમાં જણાવ્યું કે શનિવારે પ્રયાગરાજમાં સંવિધાન સન્માન સમારોહ કરનાર કોંગ્રેસ પાર્ટીને બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ ક્યારેય માફ નહી કરે. જેમણે સંવિધાનના મુખ્ય નિર્માતાને જીવતે જીવ કે તેમના દેહાંત પછી પણ ભારત રત્નની ઉપાધિથી સન્માનિત કર્યા નથી.
આ લોકોના વર્તન અને ચરિત્રથી સજાગ રહો
તેમણે વધુમાં જણાવ્યું કે બાબા સાહેબના આંદોલનને વેગ આપનાર કાંશીરામના અવસાન પર આ કોંગ્રેસે કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં તેમના સન્માનમાં એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક તથા સપા સરકારે પણ રાજકીય શોક જાહેર ન કર્યુ. આ લોકોના બેવડા વિચાર તથા વર્તન અને ચારિત્ર્ય પ્રત્યે સજાગ રહો.
શું આ દલિત પ્રેમ છે?
માયાવતીએ વધુમાં કહ્યું કે આ સિવાય કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવતા પહેલા કોંગ્રેસે પોતાની સરકારમાં જાતિની વસ્તી ગણતરી કેમ ન કરાવી? અત્યારે જેઓ આ વિશે વાત કરી રહ્યા છે તેઓ જવાબ આપો? જ્યારે બસપા હંમેશા તેની તરફેણમાં રહી છે, કારણ કે નબળા વર્ગના હિતમાં તેનું અસ્તિત્વ ખૂબ મહત્વનું છે. એટલું જ નહીં, વર્ગીકરણ અને ક્રીમી લેયર દ્વારા બંધારણ હેઠળ એસસી/એસટીને અપાયેલી અનામતને ખતમ કરવાના ચાલી રહેલા કાવતરા સામે કોંગ્રેસ, સપા અને ભાજપ વગેરેનું મૌન પણ જળવાઈ રહ્યું છે, શું આ તેમનો દલિત પ્રેમ છે? દેશની જનતાએ આ બધી બાબતોથી વાકેફ રહેવું જોઈએ