• કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ કશ્મીરના પ્રવાસે 
  • જમ્મૂ કશ્મીરમાં સપ્ટેમ્બરમાં યોજાશે વિધાનસભા ચૂંટણી 
  • શ્રીનગરમાં કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક 

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ગુરુવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જેમ અમને ખબર પડી કે ચૂંટણી યોજાવાની છે, અમે અહીં સૌથી પહેલા આવ્યા. તેમણે કહ્યું કે અમે લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે તમે અમારા માટે પહેલા છો, રાજ્ય છીનવી લેવામાં આવ્યું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. જમ્મુના લોકો જે ડર સાથે જીવે છે તેને અમે ખતમ કરવા માંગીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું, હું જમ્મુ-કાશ્મીરના લોકોને પ્રેમ કરું છું. આ સંબંધ ઘણો જૂનો છે. આ હૃદયનો સંબંધ છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં નિર્ભયતાથી કામ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોની અવગણના ન કરવી જોઈએ.

જમ્મૂ કશ્મીરમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?

  • જમ્મુ કાશ્મીરના લોકોને મોહબ્બત કરૂ છુઃ રાહુલ ગાંધી
  • કોંગ્રેસે જ દિલથી જમ્મુ કાશ્મીરમાં કામ કર્યુઃ રાહુલ
  • જમ્મુ કાશ્મીરના પ્રતિનિધિત્વની જરૂરઃ રાહુલ ગાંધી
  • જમ્મુ કાશ્મીરના લોકો ડરેલા છે : રાહુલ ગાંધી
  • હું લોકશાહીનું રક્ષણ કરૂ છુઃ રાહુલ ગાંધી
  • જમ્મુ કાશ્મીરમાં અમે ગઠબંધન કરશું : રાહુલ ગાંધી
  • કોંગ્રેસે જમ્મુ કાશ્મીર માટે કામ કર્યુઃ રાહુલ ગાંધી
  • અમારા ગઠબંધને ભાજપનું મનોબળ તોડ્યુઃ રાહુલ ગાંધી

નફરતને પ્રેમથી હરાવીશું: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, હું આખા દેશમાં લોકશાહીની રક્ષા કરું છું, પરંતુ મારું લક્ષ્ય જમ્મુ-કાશ્મીરના લોકોના દિલની પીડાને ભૂંસી નાખવાનું છે. કોંગ્રેસ પાર્ટી તમને જે પણ સહન કરવાનું છે, તમે જે ડરમાં રહો છો, તમે જે દુ:ખ અનુભવો છો તેને સમાપ્ત કરીને નફરતને પ્રેમથી હરાવીશું.


  • Follow us on: