• ઉત્તરકાશી ટનલ રેસક્યુને લઇને પીએમ મોદી ચિંતિત
  • કામગીરી અંગે સતત કરી રહ્યા છે સીએમ સાથે વાતચીત
  • આજે પણ સીએમ ધામીને ફોન પર કરી વાત

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટેના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે. 52 મીટરનું ડ્રિલિંગ કામ પૂર્ણ થઇ ગયુ છે. 57 મીટરનું ડ્રિલિંગ કામ બાકી છે. જો આ પ્રમાણે જ કામગીરી થતી રહી તો બહુ જલ્દી શ્રમિકો બહાર આવી જશે તેમ સીએમ ધામીએ જણાવ્યું હતું. ત્યારે હવે પીએમ મોદી પણ શ્રમિકોને લઇને ચિંતિત બન્યા છે. તેઓએ સીએમ ધામી સાથે વાતચીત કરીને રેસક્યુ અંગેની કામગીરીની માહિતી મેળવી છે. 

PMમોદીએ કર્યો ફોન

સીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફરી એકવાર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો અને સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લીધી.

ડ્રિલિંગ થઇ રહ્યું છે-એક્સપર્ટ

ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સે કહ્યું કે અમે પહેલા પણ સકારાત્મક હતા અને આજે પણ છીએ જ. તેમણે કહ્યું કે પર્વતની ટોચ પર ડ્રિલિંગ સંપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 41 શ્રમિકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા માટે અમે કાર્યરત છીએ.

રસ્તાનું સમારકામ થઈ રહ્યું છે, પોલીસ સતર્ક

જે રૂટ પરથી શ્રમિકોની એમ્બ્યુલન્સ પસાર થશે તેના પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં પાણી છે ત્યાં માટી નાંખવામાં આવી રહી છે. જ્યાંથી એમ્બ્યુલન્સ પસાર થવાની છે ત્યાં ટ્રેક પર ચૂનો નાખવામાં આવી રહ્યો છે. આ સાથે વરિષ્ઠ અધિકારીઓ પણ પોલીસ કર્મચારીઓને બ્રિફિંગ આપી રહ્યા છે.

શ્રમિકોને લઇ જવાશે હોસ્પિટલ

આ સાથે જ ફસાયેલા 41 મજૂરોના પરિવારોને તૈયાર રહેવા અને મજૂરોના કપડાં અને બેગ તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. કામદારોને બચાવીને ચિન્યાલીસૌર હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.


  • Follow us on: