- ઉત્તરકાશી ટનલ રેસક્યુનો 17મો દિવસ
- મેન્યુઅલ ડ્રિલિંગની કામગીરી શરૂ
- સીએમ ધામીએ કરી કામગીરીની સમીક્ષા
ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાને જોડનારા નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ભૂસ્ખલન થતા બચાવ કાર્ય છેલ્લા 16 દિવસથી ચાલી રહ્યુ છે. વર્ટીકલ, હોરિઝોન્ટલ અને હાથ વડે ડ્રિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સીએમ ધામી અને પીએમ મોદી સતત અપડેટ મેળવી રહ્યા છે. સીએમ ધામી તો રોજે ટનલ રેસક્યુ કામગીરીની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે આજે પણ તેઓ કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું કે બહુ જલદીથી શ્રમિકોને બહાર કાઢવામાં આવશે.
સીએમ ધામીએ ટનલની લીધી મુલાકાત
સીએમ ધામીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે પાઇપ 52 મીટર અંદર ગઇ છે. જે પ્રકારે કામ ચાલી રહ્યું છે તે જોતા લાગે છે કે બહુ જલદીથી કામ પાર પડશે. તમામ શ્રમિકો સ્વસ્થ છે. તેઓ બધા જ પોઝિટીવ છે. મે તમામને જોયા છે. આ અંગે તમામ વિશેષજ્ઞો અને તમામ એક્સપર્ટ બધા જ પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે. હજી 57 મીટર સુધી પાઇપને અંદર નાંખવાનો છે જે બાદ વધુ એક પાઇપ જોડવામાં આવશે. પહેલા ડ્રિલિંગ દરમિયાન સ્ટીલ મળી રહ્યુ હતુ હવે સિમેન્ટ અને કોંક્રિટ બહાર નીકળી રહ્યુ છે. હાલ ડ્રિલિંગની કામગીરી ચાલી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે લગભગ 52 મીટર સુધીનું કામ થઇ ગયુ છે. 1 મીટર પાઈપતો મારી સામે જ અંદર નાંખવામાં આવ્યો .
બહુ જલદી બહાર નીકળશે શ્રમિકો- સીએમ ધામી
આ સિવાય તેમણે કહ્યું કે તમામ એન્જિનિયર્સ, એક્સપર્ટ્સ અને અન્ય લોકો પોતાની પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પાઈપ 52 મીટર અંદર ગઈ છે. જે રીતે કામ ચાલી રહ્યું છે, અમને આશા છે કે ટૂંક સમયમાં થોડી સફળતા મળશે. જેમ જેમ પાઇપ પસાર થશે, તેમ તેમ શ્રમિકોને બહાર લાવવાની પ્રક્રિયા શરૂ થશે. દરેક વ્યક્તિ હાલમાં સ્વસ્થ છે.