• ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન
  • 15 દિવસથી ચાલી રહી છે રેસક્યુ કામગીરી
  • ટનલ નિર્માણને લઇને અદાણી પર સોશિયલ મીડિયામાં થઇ રહ્યા હતા પ્રહાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ ભૂસ્ખલનમાં 41 શ્રમિકો ફસાયા છે. 15 દિવસથી રેસક્યુની કામગીરી ચાલી રહી છે. તેવામાં બીજી તરફ સોશિયલ મીડિયામાં અદાણી કંપની ટનલ નિર્માણના કામમાં જોડાયેલી છે. અદાણી ભાગીદાર છે. તેવી વાતો ચાલી રહી છે ત્યારે હાલ અદાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે .

અદાણીએ કરી સ્પષ્ટતા 

અદાણી જૂથના પ્રવક્તાએ એક સ્ટેટમેન્ટ જાહેર કરતા જણાવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક તત્વો ઉત્તરાખંડમાં એક ટનલના દુર્ભાગ્યપૂર્ણ પતનની ઘટના સાથે અમને જોડવાના પ્રયાસો કરી રહ્યા છે. અમે આ પ્રયાસો અને તેમની પાછળના લોકોની સખત નિંદા કરીએ છીએ. અમે ખૂબ ભારપૂર્વક સ્પષ્ટતા કરીએ છીએ કે અદાણી ગ્રુપ અથવા તેની કોઈપણ પેટાકંપનીની ટનલના નિર્માણમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી. અમે એ પણ સ્પષ્ટતા કરીએ છીએ કે ટનલના બાંધકામ સાથે સંકળાયેલી કંપનીમાં અમારી પાસે કોઈ શેર નથી. આ સમયે અમારા વિચારો અને પ્રાર્થનાઓ ફસાયેલા કામદારો અને તેમના પરિવારો સાથે છે.


કોણે કરી રહ્યું છે ટનલનું નિર્માણ ?

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ઉત્તરાખંડ ટનલ નિર્માણમાં અદાણી ભાગી દાર છે કે કેમ અને ભાગીદાર હોય તે પ્રકારની કમેન્ટ અને નિવેદનો સામે આવી રહ્યા હતા. જેની પર અદાણીએ ખુલાસો કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું કે અમારી કોઇ પણ પ્રકારે ભાગીદારી નથી. મહત્વનું છે કે સિલ્ક્યારા ટનલ, જે ચાર ધામ સર્વ-હવામાન સુલભતા પ્રોજેક્ટનો ભાગ છે. હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ આ ટનલનું નિર્માણ કરી રહી છે.

  • Follow us on: