• ઉત્તરકાશીમાં ટનલ રેસક્યુનો 15મો દિવસ
  • ડ્રિલિંગની કામગીરી હાલ છે બંધ
  • ઓગર મશીન ફસાતા તેને કાપવાની કામગીરી કરાશે

દિવાળીના દિવસે ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોને હજી સુધી બહાર કાઢી શકાયા નથી. રેસક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યુંછે પરંતુ ઓગર મશીન હવે તો તૂટી જતા ડ્રિલંગની કામગીરી અટકી પડી હતી. આજે રેસક્યુ ઓપરેશનનો 15મો દિવસ છે. ત્યારે શ્રમિકોની કેવી છે સ્થિતિ અને કેવી રીતે હવે ડ્રિલિંગની કામગીરી શરૂ કરાશે તે વિશે જાણીએ.

ઓગર મશીન ફસાયુ

ટનલમાં ડ્રિલિંગની કામગીરી દરમિયાન ઓગર મશીન અંદર ફસાઇ ગયુ હોવાનું સામે આવ્યુ હતું. જેથી રેસક્યુની કામગીરી અટકી પડી હતી. હાલ ઓગર મશીન શરૂ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી તરફ મશીનને બહાર કાઢવા માટે પ્લાઝમા કટરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

ડ્રિલિંગ કામગીરી શરૂ

સિલ્ક્યારા ટનલમાં કામદારોને બહાર કાઢવા માટે ઓગર મશીન વડે ડ્રિલિંગનું કામ બંધ થઈ ગયું છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે છેલ્લા 13 દિવસથી ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન શુક્રવારે અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું. અહીં અમેરિકન ઓગર મશીન વડે 800 એમએમ પાઇપનું ડ્રિલિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન, 1.5 મીટર ડ્રિલિંગ કર્યા પછી, મશીનની સામે અવરોધ આવ્યો અને ડ્રિલિંગનું કામ બંધ કરવું પડ્યું. જો કે હાલમાં પ્લાઝમા કટરથી ઓગર મશીન કટ કરવાનું કામ ચાલી રહ્યું છે. 


પ્લાઝમા કટર હૈદરાબાદથી લાવ્યું

ટનલમાં અટવાયેલા ઓગર મશીનને કાપવા માટે આજે સવારે 5 વાગ્યે હૈદરાબાદથી પ્લાઝમા કટર આવી ગયું છે. જેના કારણે અત્યાર સુધીમાં 27 મીટર ડ્રીલ કાપીને દૂર કરવામાં આવી છે. હવે 18 મીટર વધુ કાપીને દૂર કરવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામમાં હજુ એકથી દોઢ દિવસનો સમય લાગી શકે છે.


સેફ્ટી કેનોપી લગાવવાની તૈયારી

બચાવ ટીમના લોકો ટનલની અંદર કામ કરી રહ્યા છે. હવે ટનલની અંદર સેફ્ટી કેનોપી લગાવવાની તૈયારી ચાલી રહી છે. ફસાયેલા કામદારો તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે તે માટે BSNL દ્વારા લેન્ડલાઇન સુવિધા ઉભી કરવામાં આવી છે.


  • Follow us on: