- બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 12ના મોત
- સીએમ નીતિશકુમારે વ્યક્ત કર્યુ દુઃખ
- કહ્યું દુઃખની ઘડીમાં પરિવારની સાથે છીએ
બિહારમાં છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લામાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. બિહાર સીએમ નીતિશ કુમારે કહ્યું કે આ દુઃખની ઘડીમાં અમે પરિવારની સાથે છે. જમુઈ અને કૈમુરમાં 3-3, રોહતાસમાં 2-2 ઉપરાંત સારણ, સહરસા, ભોજપુર અને ગોપાલગંજમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. CM નીતિશે આજે જ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયા આપવાનો નિર્દેશ આપ્યો છે.
સાવધાની રાખવા કરી અપીલ
મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાન દરમિયાન સંપૂર્ણ સાવધાની રાખવા અપીલ કરી છે. તેમણે વીજળીથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવા કહ્યું. તેમજ લોકોને આવી સ્થિતિમાં ઘરની બહાર ન જવા પણ સૂચન કર્યું હતું.
મહત્વનું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ થતા કોસી, મહાનંદા, બાગમતી, ગંડક, કમલા બાલન અને કમલા સહિતની મુખ્ય નદીઓ ઘણી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને લઇને તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે આવી સ્થિતિમાં નદી કાંઠાના વિસ્તારો એલર્ટ રહે. સીતામઢી, મુઝફ્ફરપુર, શિયોહર, ઔરાઈ, સુપ્પી અને અન્ય નજીકના વિસ્તારોમાં બાગમતી નદીનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. રવિવારે સવારે 8 વાગ્યે સીતામઢી અને સુપ્પીમાં બાગમતી નદીનું જળસ્તર 71.16 મીટર હતું.