દક્ષિણ પશ્ચિમ વિભાગમાંં ચોમાસુ એક્ટિવ થયા બાદ પૂર્વ ભારતના જુદા-જુદા રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અસમથી લઈને મણિપુર સુધી પુરની સ્થિતિ છે. સિક્કીમમાં પણ ભારે વરસાદને કારણે હાલત બગડી છે. ભૂસ્ખલન અને નદીએમાં તોફાનને કારણે વહાડી વિસ્તારમાં સ્થિતિ ગંભીર બની છે. હવામાન વિભાગે થોડા દિવસ પહેલા ઉતર પૂર્વમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહી સાચી પડી છે. સતત વરસાદને કારણે સિક્કીમમાં ભૂસ્ખલન થવાને કારણે જુદા-જુદા રુટને જોડનારા રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે અવર-જવરમાં વિક્ષેપ પડ્યો છે. આ પહેલા માહિતી મળી હતી કે ઉત્તર સિક્કીમમાં 500 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. સ્થાનીય વહીવટતંત્રે ઓછામાં ઓછા 1500 ટુરિસ્ટોના ફસાઈ જવાના સમાચાર આપ્યા છે .


સિક્કીમના ઉત્તર જિલ્લામાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે હાલત ગંભીર બની છે. શનિવારે જિલ્લા પ્રશાસને જાણકારી આપી હતી કે લગભગ 1500 જેટલા પ્રવાસીઓ લાચેન અને લાચુંગ જેવા ક્ષેત્રોમાં ફસાયા છે. કારણકે ભૂસ્ખલનને કારણે તેમનો સંપર્ક તૂટી ગયો છે. મંગળવારે રાત્રે મંગન જિલ્લામાં એક ટુરિસ્ટ વાહનનું તીસ્તા નદીમાં પડી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે ઘાયલ થયા અને 8 હજી લાપતા છે. આ અકસ્માત નુનસિથાંગની નજીક લાચેન લાચુંગ હાઈ-વે પર થયો હતો, જ્યાં વાહન લગભગ 1000 ફૂટ નીચે નદીમાં પડી ગયું હતું. મંગન વિસ્તારના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લાચેનમાં 115 અને લાચુંગમાં 1340 પર્યટકો ફસાયા છે. બંને દિશાઓમાંથી રસ્તા બંધ છે. પર્યટકોને હોટલમાં રહેવાની સલાહ અપાઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. 

બચાવ કામગીરીમાં વિધ્ન

ભારે વરસાદને કારણે બચાવ અભિયાનમાં પણ વિધ્ન પડી રહ્યું છે. શુક્રવાર બપોરનું વિજળી કનેક્શન તૂટી ગયું છે. પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે. મોબાઈલ નેટવર્ક પણ 24 કલાક પછી બપોરે 3 વાગ્યા આસપાસ મળ્યું હતું. ચુંગથાંગમાં ભારે વરસાદ વરસ્યો હતો. તીસ્તા નદીનું લેવલ સતત વધી રહ્યું છે, જેના કારણે બચાવ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. 



  • Follow us on: