- 18મી લોકસભા સત્રનો પ્રથમ દિવસ
- મહુઆ મોઇત્રાએ કર્યુ ટ્વિટ
- 17મી લોકસભામાંથી કરાયા હતા સસ્પેન્ડ
કેશ ફોર ક્વેરી મામલે 17મી લોકસભામાંથી સસ્પેન્ડ થનાર ટીએમસી સાંસદની ફરી એકવાર લોકસભામાં વાપસી થઇ છે.તેઓ કૃષ્ણાનગર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે બીજી વખત જીત મેળવી છે. ત્યારે આજથી 18 મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયુ હતું. જેમાં મહુઆ મોઇત્રા પહોંચ્યા હતા. ત્યારે આવો જાણીએ લોકસભાના સત્ર દરમિયાન મહુઆ મોઇત્રાએ શુ કહ્યું.
મોઇત્રાએ શું કહ્યું ?
મહુઆ મોઇત્રાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં પહેલી વખત સાંસદ બની ત્યારનો અને આ વખત સાંસદ બની ત્યારનો . એમ બે ફોટો શેર કર્યા છે. 18મી લોકસભાનો પહેલો ફોટો અને 2019ના ફોટો માં સાંસદ મોઇત્રા, કનિમોઝી, સુપ્રિયા સુલે, જોથિમની અને થમિઝાચી થંગાપાંડિયન સંસદના નીચલા સદનમાં બેન્ચ પર બેઠેલા છે. જ્યારે હાલની તસવીરમાં લોકસભા સાંસદ ડિમ્પલ યાદવ પણ જોવા મળે છે.
વિપક્ષની મહિલા સાંસદો
મહત્વનું છે કે મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે કનિમોઝી તમિલનાડુમાં થૂથુકુડી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. અન્ય સાંસદો - સુપ્રિયા સુલે, જોથિમણી, થમિઝાચી થંગાપાંડિયન અને ડિમ્પલ યાદવ અનુક્રમે મહારાષ્ટ્રની બારામતી બેઠક, તમિલનાડુની કરુર બેઠક, ચેન્નાઈ દક્ષિણ બેઠક અને ઉત્તર પ્રદેશની મૈનપુરી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
કુલ 74 મહિલાઓએ જીતી ચૂંટણી
મહત્વનું છે કે આ વખતની લોકસભામાં ચૂંટણીમાં કુલ 74 મહિલાઓએ લોકસભાની ચૂંટણી જીતી છે, જે 2019માં ચૂંટાયેલા 78 કરતાં થોડી ઓછી છે. આ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ 11 મહિલા સાંસદો ચૂંટાયા છે.
કેશ ફોર ક્વેરી મામલે થયા હતા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે રોકડ-ગિફ્ટના બદલામાં લોકસભામાં પ્રશ્નો પૂછવાના કથિત આરોપ બાદ મહુઆ મોઇત્રાને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી હતી. તે સમયે મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો હતો કે તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નથી. તેમની સાથે ન્યાય થયો નથી. આ સાથે તેણે કહ્યું હતું કે તે ફરી પાછી આવશે. લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ કૃષ્ણનગરથી ફરી મોઇત્રાને ઉમેદવાર બનાવ્યા અને તેઓ ભાજપના ઉમેદવારને હરાવીને ફરી સંસદમાં પહોંચ્યા છે.