• TMC નેતા મહુઆ મોઇત્રાની વધી મુશ્કેલી
  • ઇડીએ PMLA હેઠળ દાખલ કર્યો કેસ
  • કેશ ફોર ક્વેરી મામલે કાર્યવાહી

TMC નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ એટલે કે પીએમએલએનો કેસ નોંધ્યો છે.

કેશ ફોર ક્વેરીનો મામલો

મહુઆ મોઇત્રા પર પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. આ મામલો ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. આ પછી મહુઆ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવાદ બાદ જ EDએ મહુઆ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે EDએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

FEMA હેઠળ કરી રહી છે તપાસ

સંસદની અંદર પૈસા લીધા બાદ પ્રશ્નો પૂછવાના આરોપમાં સીબીઆઈ શરૂઆતથી જ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. લોકપાલના આદેશ બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી. આ સમયે ED પહેલાથી જ ફેમા હેઠળ મહુઆ વિરુદ્ધ તપાસ કરી રહી છે. ED FEMA હેઠળ મહુઆની પણ પૂછપરછ કરવા જઈ રહી છે.

લોકસભામાંથી હાંકી કઢાયા હતા

ડિસેમ્બર 2023 માં, મહુઆ મોઇત્રા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને તેમને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજેપી નેતા નિશિકાંત દુબેએ મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લક્ઝરી ગિફ્ટ્સ અને પૈસા લીધા હતા. આરોપો અનુસાર, મહુઆએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની માટે કામ કર્યું હતું અને તેના બદલામાં પૈસા લીધા હતા.નિશિકાંત દુબેના આરોપો બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. ભાજપના તમામ નેતાઓએ મહુઆ સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માગણી કરી હતી.બાદમાં તપાસમાં દોષી ઠર્યા બાદ મહુઆએ સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી. મહુઆનો સરકારી બંગલો પણ છીનવી લેવાયો હતો.


  • Follow us on: