• 18મી લોકસભાનું પ્રથમ સત્ર
  • પીએમ મોદી સહિત મંત્રીઓએ લીધા સાંસદ તરીકે શપથ
  • વિપક્ષના કેટલાક સાંસદોએ ન લીધા શપથ

18મી લોકસભાના પ્રથમ સત્રની આજથી શરૂઆત થઇ. પીએમ મોદીએ આજે સાંસદ તરીકે શપથ લીધા. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી સહિત મોદી કેબિનેટના મંત્રીઓએ શપથ લીધા હતા. પરંતુ કેટલાકે સાંસદ તરીકે શપથ લેવાનો ઇન્કાર કર્યો હતો. આ સાંસદોએ પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તૃહરિ મહતાબની ચૂંટણી સામે વાંધો વ્યક્ત કર્યો છે.

કોણે સાંસદ તરીકે ન લીધા શપથ ?

કોંગ્રેસના સભ્ય કે સુરેશ, ડીએમકે નેતા કેટી બાલુ અને ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે શપથ લીધા ન હતા. મહત્વનું છે કે પીએમ મોદી બાદ રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેએ સાંસદ સભ્યો તરીકે શપથ લીધા હતા. બંને સભ્યો આગામી બે દિવસ સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં પ્રોટેમ સ્પીકર મહતાબને મદદ કરશે.

આ સિવાય કે સુરેશ, કેટી બાલુ અને ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયને પણ રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેની સાથે અધ્યક્ષોની પેનલમાં પસંદ કરવામાં આવ્યા છે પરંતુ તેઓએ શપથ લીધા ન હતા.

પ્રોટેમ સ્પીકરની વરણીને લઇને વિરોધ

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તૂહરિ મહતાબની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીનું કહેવું છે કે તેઓનું આઠ વખતના સભ્ય સુરેશને આ પદની ચૂંટણી માટે અવગણવામાં આવ્યા છે. ઇન્ડિ ગઠબંધનનું કહેવુ છે કે સુરેશ, બાલુ અને બંદોપાધ્યાય વિરોધને કારણે પેનલમાં જોડાશે નહીં.

વિપક્ષે કર્યો વિરોધ

આ પહેલા વિપક્ષી સાંસદો બંધારણની નકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદોએ પણ બંધારણની નકલ લઈને ગૃહની બહાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે લોકતાંત્રિક પરંપરાઓનો નાશ થઈ રહ્યો છે. અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે.


  • Follow us on: