- કંપનીમાં પ્રિન્ટિંગ અને પેકેજિંગમાં સારૂ વળતર આપવાની લાલચે ખંખેર્યા રૂપિયા
- પહેલા 4 કરોડ રૂપિયા પરત કર્યા અને બાકીના રૂપિયા ચાંઉ થઈ ગયા
- આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ઘણીવાર વધુ નફો મેળવવાની લાલચે લોકો સાથે છેતરપિંડી થઈ હોય તેવા કિસ્સા તમે સાંભળ્યા હશે,પરંતુ મહારાષ્ટ્રના થાણેમાં એવી છેતરપિંડી થઈ કે વાંચીને તમારા હૌંશ પણ ઉડી જશે,જી હા,થાણાને વેપારીને સારો પેકેજિંગમાં સારો નફો આપવાની લાલચે રૂપિયા 21 કરોડની ત્રણ આરોપીઓએ છેતરપિંડી કરતા પોલીસે નોંધ્યો ગુનો.
સારો નફો આપીશું તેમ કહી રૂપિયા રોકાવ્યા
મહારાષ્ટ્રના થાણેમાં ત્રણ લોકોએ મળીને એક વ્યક્તિ સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.પેકેજિંગની કંપનીમાં રૂપિયા રોકાવી આરોપીઓએ આ છેતરપિંડી આચરી હતી,ફરિયાદી દ્રારા જયારે નફો માંગવામાં આવ્યો ત્યારે આરોપીઓએ હાથ અધ્ધર કરી દીધા અને કહ્યું કે,શેનો નફો અને શેના રૂપિયા,ત્યારે વેપારીના પગ જમીન પરથી સરકી ગયા અને તેને ખબર પડી કે તેની સાથે મોટી છેતરપિંડી થઈ છે,પરસેવે રેબઝેબ થઈને ફરિયાદીએ પોલીસનું શરણ લીધુ અને પોલીસે પુરાવાના આધારે ફરિયાદ નોંધી છે.
પહેલા 4 કરોડ આપ્યા આરોપીઓએ
વેપારીએ આરોપીઓ સાથે મગજમારી કરી અને છેલ્લે આરોપીઓએ 4 કરોડ રૂપિયા પરત કર્યા,વેપારીએ કુલ મળીને 25 કરોડ રૂપિયા આપ્યા હતા,પરંતુ ત્યારબાદ પણ વેપારીએ રૂપિયા પરત માંગતા આરોપીઓએ હાથ અધ્ધર કર્યા અને બાકીના રૂપિયા આપ્યા નહી જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવા માટેની કામગીરી હાથધરી છે.
કઈ રીતની નોંધાઈ FIR
ફરિયાદમાં આરોપી તરીકે પ્રવીણ કુમાર અગ્રવાલ, સોનલ પ્રવીણ કુમાર અગ્રવાલ અને સુરેન્દ્ર કુમાર ચંદ્રાએ વધુ સારા નફાનું વચન આપ્યું હતું. આ પછી, તેમણે ફરિયાદીને માર્ચ 2016 થી 'આરજે એડવેન્ચર્સ એન્ડ રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ'માં અંદાજે 25 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે મેળવ્યું.અધિકારીએ કહ્યું કે જ્યારે વારંવાર વિનંતી કરવા છતાં પણ પૈસા પાછા ન મળ્યા ત્યારે ફરિયાદીએ ચિતલસર પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે ફરિયાદ કરી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.