- સ્વ. કનક બિહારી દાસના બેન્ક ખાતમાંથી 90 લાખની છેતરપિંડી
- ભોપાલની સાધ્વી લક્ષ્મી અને તેમના સાગરીતો સામે નોંધાઈ ફરિયાદ
- સાધ્વી લક્ષ્મી મહંતની વારસદાર બતાવી રહી છે
મધ્યપ્રદેશના છિંદવાડાના લોનિબર્રા શ્રી રામ જાનકી મંદિરના મહંત સ્વ. કનક બિહારી દાસના બેન્ક ખાતમંથી 90 લાખ રૂપિયા છેતરપિંડી કરી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રીના રઘુવંશી ઉર્ફે સાધ્વી લક્ષ્મી અને અન્ય લોકોની સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહંત કનક બિહારી દાસે અયોધ્યા રામ મંદિર માટે એક કરોડ રૂપિયા દાન આપ્યું હતું.
શ્રી રામ જાનકી મંદિરના મહંતના વારસદારનો કેસ કોર્ટમાં
સ્વ. કનક બિહારી દાસ મહારાજના વારસદાર શ્યામ બાબાએ ચૌરઈ પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, કનક બિહારી દાસના SBI બેન્કમાં ખાતું છે. આ ખાતામાં 90 લાખ રૂપિયા જમા હતા. હાલ તેમના વારસદારને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ભોપાલની સાધ્વી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ભોપાલની રીના રઘુવંશીએ તેમના સાગરિતોની સાથે મળી છેતરપિંડી કરીને ખાતામાં તેમનો મોબાઈલ નંબર નોંધાવી નેટ બેન્કિંગથી ખાતામાં રહેલા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. શ્યામ બાબા પણ પોતે પણ મહંત કનક બિહારી દાસના વરાસદાર કહી રહ્યા છે. જ્યારે સાધ્વી દ્વારા એક કોપી વાયરલ કરાવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહંત કનક બિહારી દાસે તેમને વારસદાર બનાવવામાં આવી છે.
ગત વર્ષે રોડ અકસ્માતમાં મહંત કનક બિહારી દાસનું થયું હતું મૃત્યુ
હાલ પોલીસે રીના રઘુવંશી ઉર્ફે સાધ્વી લક્ષ્મી સહિત અન્ય લોકો સામે કલમ 420 સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. સ્વ. મહંત કનક બિહારી દાસનં 17 એપ્રિલ 2023ના રોજ રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમણે અયોધ્યા રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
આ મામલ ચૌરઈ SDOPએ કહ્યું છે કે, સ્વ. કનક બિહારી દાસના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાની એક ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ફરિયાદના આધારે છેતરપિંડીની FIR નોંધવામાં આવી છે. આ કેસમાં રીના રઘુવંશી સામે ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.