- મધ્યપ્રદેશના સાગરમાં મોટી દુર્ઘટના
- મકાનની દીવાલ પડતા 8 બાળકોના મોત
- 12 લોકો થયા ઘાયલ
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના શાહપુરમાં મંદિરની દિવાલ ધરાશાયી થતા 8 બાળકોના મોતની આશંકા સેવવામાં આવી છે.ઘટનાસ્થળ પર રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ દિવાલ 50 વર્ષ જૂની હતી. શ્રાવણ માસ હોવાથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મંદિર પરિસરની બાજુમાં જ આવેલી દિવાલ ધરાશાયી થઇ.
9 બાળકો દટાયા હતા
કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. અહીં કેટલાક બાળકો પણ હાજર હતા. મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયો હતો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. મંદિરની દિવાલ ધરાશાયી, 9 બાળકો દટાયા. આ પછી સ્થાનિક લોકોએ બાળકોને દિવાલ નીચેથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણા બાળકોના મોત થઈ ચૂક્યા હતા.
હોબાળો મચ્યો
આ દિવાલ શિવલિંગ બનાવતા બાળકો પર સીધી પડી હતી, જેના કારણે આઠ બાળકોના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. તરત જ દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેની નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સિટી કાઉન્સિલ, પોલીસ અને શહેરીજનો રાહત કાર્યમાં જોડાયા છે. મળતી માહિતી મળતા જ રાહલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વરસાદને લીધી દિવાલ ધરાશાયી
મહત્વનુંછે કે હાલ વરસાદી માહોલ છે. સાગરમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 24 કલાકમાં અહીં 104 મીમી વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિમાં જર્જરિત અને જૂના મકાનો જોખમી સાબિત થાય છે. ત્યારે મંદિર પરિસરની બાજુમાં આવેલી પચાસ વર્ષ જૂની દિવાલ જર્જરિત બની ગઈ હતી. પ્રશાસન દ્વારા તોડવામાં પણ ન આવી. પરિણામે ભારે વરસાદ થતા માટીની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી.