• હાર્દિકથી છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ લાઇક કરી
  • જે સંબંધોમાં છેતરપિંડી, ઝેર અને ભાવનાત્મક દુર્વ્યવહાર જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત
  • પોસ્ટને લાઈક કર્યા બાદ નતાશા અને હાર્દિકના અલગ થવા પાછળના કારણોએ જોર પકડ્યું

ગયા મહિને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા ચર્ચામાં હતા. આ સમાચાર પછીથી તેમના સંબંધોની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે નતાશા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે આ વખતે તેની સોશિયલ મીડિયા એક્ટિવિટીને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે. નતાશા સ્ટેનકોવિકે ઈન્ટાગ્રામ પર અનેક એવી પોસ્ટ લાઈક કરી છે કે, જેને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડાનું કારણ આપ્યું છે.

નતાશા સ્ટેનકોવિકે પોસ્ટ લાઈક કરતા ચર્ચા

નતાશા સ્ટેનકોવિકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ લાઇક કરી છે જે સંબંધોમાં છેતરપિંડી, ઝેર અને ભાવનાત્મક દુર્વ્યવહાર જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત છે. આ પોસ્ટને લાઈક કર્યા બાદ નતાશા અને હાર્દિકના અલગ થવા પાછળના કારણોને લઈને અટકળોએ જોર પકડ્યું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નતાશાએ Instagram પર ઘણી રીલ્સ પસંદ કરી છે જે છેતરપિંડી, ઝેર અને ભાવનાત્મક શોષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર આધારિત છે. જેમાં કેટલીક પોસ્ટ એવી છે કે, જે પીડિત માનસિકતા વિશે વાત કરે છે.

આ કરાણે થયા હાર્દિક-નતાશાના છૂટાછેડા? 

નતાશાને ગમતી રીલમાંથી એકમાં લખ્યું હતું કે જો છોકરો હજુ પરિપક્વ નથી તો તે ક્યારેય તેની ગર્લફ્રેન્ડને સ્પેશિયલ ફીલ કરાવી શકશે નહીં. તે હંમેશા અન્ય છોકરીઓ તરફ આકર્ષિત રહેશે. પરંતુ આનો અર્થ એ નથી કે તમારી પાસે કોઈ ખામીઓ છે. બીજી રીલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે તમે જેના પર વિશ્વાસ કરો છો તે તમારો ભરોસો તોડી નાખે છે ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગે છે. તેથી આપણે આવા લોકોને અગાઉથી ઓળખી લેવા જોઈએ કે જેઓ આપણને છેતરી શકે.

હાર્દિક-નતાશાના છૂટાછેડા

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન 2020માં થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ 2021માં થયો હતો. પરંતુ જુલાઈ 2024માં બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. આ નિવેદનમાં બંનેએ કહ્યું હતું કે તેઓ ચાર વર્ષ સુધી સાથે રહ્યા હતા અને તેમના સંબંધોને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ આખરે તેમને લાગ્યું કે બંને માટે અલગ થવું વધુ સારું રહેશે. બંનેએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યના સહ-માતાપિતા બનશે અને તેની ખુશી માટે શક્ય તમામ પ્રયાસ કરશે.

ડિસ્ક્લેમર: આ માહિતી Instagram પર કરવામાં આવી રહેલા આ તમામ દાવાઓ અને અટકળો દ્વારા છે આ સમાચારોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. સંદેશ ન્યૂઝ પુષ્ઠી કરતું નથી.


  • Follow us on: