આજના બપોરના 3 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે ગુજરાતના ‘ધોરડો ગામ’નો વૈભવ કર્તવ્ય પથે જોવા મળશે. ધોરડો ગામ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીની થીમ હશે. તો અન્ય સમાચારમાં ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે. 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. જેમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો છે. આ સિવાયના સમાચારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું છે. આ એવોર્ડ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. 


રિપબ્લિક ડેની પરેડમાં ગુજરાતની ઝાંખીની થીમ હશે ધોરડો ગામ

આ વખતે ગુજરાતના ‘ધોરડો ગામ’નો વૈભવ કર્તવ્ય પથે જોવા મળશે. ધોરડો ગામ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીની થીમ હશે. ધોરડો ગામ પ્રવાસન માટે “ગુજરાતના સફેદ રણ” ના નામથી પ્રખ્યાત છે. આ ટેબ્લોમાં ગામના પ્રવાસન, રણોત્સવ, આ ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળશે. આ ગામની વસ્તી માત્ર 1000 છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંગઠને આ ગામને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાં સામેલ કર્યું છે. ધોરડો ગામ જી 20 પ્રવાસન જૂથનું આયોજન કરે છે.

'આસ્થા દેખાડો આક્રમકતા નહી' પ્રાણ પ્રતિષ્ઠા મામલે PM મોદીએ મંત્રીઓને આપ્યા નિર્દેશ

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે સીએમ યોગી આદિત્યનાથ રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા છે. કાર્યક્રમને લઇને તમામ સુવિધા અને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ મંત્રીઓને કડક શબ્દોમાં સલાહ આપી છે.

દેશના દરેક ગામોમાં લાઇવ બતાવાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કેન્દ્રીય મંત્રીએ કર્યુ એલાન

અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇને દેશવાસીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણના દરેક લોકો સાક્ષી બને તેવી સૌને ભાવના છે. પરંતુ સૌ કોઇ તો આ પ્રસંગે અયોધ્યા હાજર રહી શકે નહી. તેવામાં દેશના દરેક ગામમાં અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ ટેલિકાસ્ટ બતાવાશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું.

PM અને CMની વૈશ્વિક નેતાઓ તથા ઉદ્યોગપતિ સાથે વિસ્તૃત ચર્ચા થઇ

ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે. 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. જેમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો છે.

કપિરાજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું અને વીડિયો થયો વાયરલ

મહેસાણામાં કપિરાજે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું છે. જેમાં ખેરાલુના કેશરપુરા ગામે કપિરાજને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું હતુ. ત્યારે કપિરાજને બજરંગ દળના કાર્યકરે આમંત્રણ આપ્યું હતુ. કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા હતા.

ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક: જોસ રામોસહોર્ટા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસ રામોસહોર્ટા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.

MATIને આખરે થયું ભાન, કહ્યું-અમે શરમ અનુભવીએ છીએ, ભારત હંમેશા...

ભારત અને પીએમ મોદીની વિરોધમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલદીવના કેટલાક મંત્રીઓની તરફથી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ પછી માલદીવ એસોસિએશન ઓફ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે તેઓ અપમાનજનક ટિપ્પણીઓની નિંદા કરે છે. MATI એ કહ્યું કે માલદીવના ઈતિહાસમાં ભારત હંમેશા મુસીબતના સમયમાં સૌથી પહેલા આગળ આવે છે.

શમી સહિત 26 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, આ 2 સ્ટાર્સને મળ્યો ખેલ-રત્ન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું છે. આ એવોર્ડ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. જે ખેલાડીઓ પોતાના દમ પર ટીમને નવી ઉંચાઈઓ પર લઈ ગયા, જે ખેલાડીઓએ ટીમને પોતાના દમ પર ઘણી મેચો જીતાડવી, આવા ઘણા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. ખેલ રત્ન વિજેતાઓને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જ્યારે અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોમાં 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમવાને લઈને આપી મોટી પ્રતિક્રિયા

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામે આગામી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રમવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. શમીએ કહ્યું છે કે તે આ સિરીઝમાં રમવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. ફાસ્ટ બોલરના મતે, તે આ ટેસ્ટ સિરીઝ માટે ફિટ રહેવા માંગે છે પરંતુ ટેસ્ટ મેચો લાંબો સમય ચાલે છે અને તેથી જ તમે કોઈ જોખમ લેવા માંગતા નથી.

રકુલ અને જેકીના લગ્નમાં હશે'નો ફોન પોલિસી', શું હશે કપલના લગ્નની થીમ?

વર્ષ 2024ની શરૂઆત સાથે જ બોલિવૂડમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં આમિર ખાનની પુત્રી આયરા ખાને પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા છે અને યુગલ ઉદયપુરમાં રીત-રિવાજ સાથે ભવ્ય લગ્ન કરી રહ્યું છે. એવા અહેવાલો છે કે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલ છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રકુલ અને જેકી આ વર્ષે લગ્ન કરશે. હવે અન્ય અહેવાલ કહે છે કે દંપતી તેમના લગ્નમાં નો-ફોન પોલિસી પસંદ કરશે.

  • Follow us on: