- ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને પૂંચની SOG પોલીસની મોટી સફળતા
- ઓપરેશનમાં 61 વિસ્ફોટક સામગ્રી અને 11 જીવંત બોમ્બને નિષ્ક્રિય કર્યા
- સુરક્ષા દળો દ્વારા સેરી ચૌવાના ગામમાંથી આ સામગ્રી મળી આવી હતી
ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને પૂંચની SOG પોલીસે જમ્મુ-કાશ્મીરમાં 61 વિસ્ફોટક સામગ્રી અને 11 જીવંત બોમ્બને ડિફ્યુઝ કર્યા છે. આતંકવાદ સામે આ એક મોટી સફળતા છે. ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને પૂંચની SOG પોલીસને મોટી સફળતા મળી છે. તેઓએ 61 વિસ્ફોટક સામગ્રી અને 11 જીવંત બોમ્બને નિષ્ક્રિય કર્યા છે. સુરક્ષા દળો દ્વારા સેરી ચૌવાના ગામમાંથી આ સામગ્રી મળી આવી હતી.
આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે
ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કુપવાડા પોલીસના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ (SIU)ને એક મોટી સફળતા મળી હતી. પાકિસ્તાનથી કાર્યરત કુખ્યાત આતંકવાદી અસમાસ રિઝવાન ખાનને ઝટકા આપતા, SIUએ તેની સંપત્તિઓ જપ્ત કરી હતી.













