આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર
વધુ વાંચો: પહેલીવાર CRPF, BSF, CISF પરીક્ષા 13 પ્રાદેશિક ભાષામાં લેવાશે
સીઆરપીએફ, બીએસએફ અને સીઆઇએસએફ જેવા અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સૌપ્રથમ વખત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાશે.
વધુ વાંચો: રાજસ્થાનના ભરતપુરમાં 500થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે ધર્મપરિવર્તન કરાવવાનો મોટો બનાવ બન્યો છે. અહીંની એક હોટલમાં લગભગ 500 લોકોનું એકસાથે ધર્મપરિવર્તન કરાઈ રહ્યું હતું પરંતુ આની જાણ થઈ જતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચી ગયા હતા અને ધર્મપરિવર્તન અટકાવી દીધું હતું.
વધુ વાંચો: 1995-2021 વચ્ચે 80%થી વધુ અંગદાન પુરુષોને મળ્યું
વર્ષ 1995થી 2021 દરમિયાન મૃતક અને જીવંત ડોનર દ્વારા દાન કરાયેલાં 36640 અંગદાનમાંથી 80 ટકા કરતાં વધારે અંગદાન પુરુષોએ મેળવ્યું હતું તેમ શુક્રવારે લોકસભામાં એક લેખિત જવાબમાં પ્રસ્તુત કરવામાં આવેલા સરકારી ડેટામાં જણાવાયું હતું.
વધુ વાંચો: મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ, રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના 17 દેશોમાંથી, દેશભરમાંથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા.
વધુ વાંચો: મેડિકલ અભ્યાસમાં પ્રવેશ માટેની NEET-UGના ફોર્મ 9 માર્ચ સુધી ભરી શકાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મેડિકલના પ્રથમ વર્ષ MBBS સહિતના કોર્સમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે આગામી તા.9 માર્ચ સુધી ચાલશે.
વધુ વાંચો: કેન્દ્રીય ગૃહ,સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ દ્વારા આવતીકાલ તા. 12 ફેબ્રુઆરીના રોજ AMCના અંદાજે રૂ.1,950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
વધુ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સર્વરમાં ધાંધિયા ઇમિગ્રેશન કાઉન્ટર પર લાઇનો લાગી
અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરની સમસ્યા સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટરો પર પેસેન્જરોની લાંબી લાઇનો જોવા મળી હતી. એક કલાકથી વધુનો સમય ઊભા રહેતાં પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
વધુ વાંચો: હંગેરી:બાળ દુષ્કર્મ કેસમાં દોષિતની સજા માફ કરતાં રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડયું
હંગેરીનાં રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેટાલિન નોકાવે શનિવારે રાજીનામાની જાહેરાત કરી હતી. હકીકતમાં, કેટાલિન નોવાકે બાળ દુષ્કર્મ કેસના દોષિતની સજા માફ કરી દીધી હતી, જેનો લોકોએ વિરોધ કર્યો અને આ વિરોધના પગલે જ કેટાલિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડયું છે.
વધુ વાંચો: પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા 400થી વધુને નોટિસ :3દિવસમાં રૂ.50 લાખનો વેરો વસૂલ
AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વ્યવસાયવેરો વસૂલ કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં 400થી વધુ નોટિસ ફ્ટકારીને રૂ.50 લાખની વસુલાત કરવામાં આવી છે.
વધુ વાંચો: કોંગ્રેસ પાપના કળણમાં ફસાયેલી,તેની બે તાકાત- લૂંટ અને ફૂટ : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના આદિવાસી બહુલ ઝાબુઆ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઝાબુઆમાં 7,500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ભૂમિપૂજન/લોકાર્પણ બાદ તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાપના કળણમાં ફસાઇ ચૂકી છે.










