આજનું સંદેશમાં મહત્ત્વના સમાચારની વાત કરીએ સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ડાઇરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DG-FT)એ તુવેર, અડદની દાળને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે તુવેર અને અડદ દાળની ઇમ્પોર્ટ ડયુટી પર આપવામાં આવેલી છૂટની સમય મર્યાદા વધારી દીધી છે. આ ઉપરાંત મની લૉન્ડરિંગ અને ખોટી રીતે જમીન ખરીદીને પાછી એક જ વ્યક્તિને વેચવાનાં મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાખલ કરેલી ચાર્જશીટમાં પહેલીવાર કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડરાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. વાંચો દેશ-વિદેશનાં મહત્વના સમાચાર....
વધુ વાંચો: સરકારે તુવેર અને અડદ દાળ માટે ઇમ્પોર્ટ ડયૂટી પરની છૂટને માર્ચ 2025
સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ડાઇરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DG-FT)એ તુવેર, અડદની દાળને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે તુવેર અને અડદ દાળની ઇમ્પોર્ટ ડયુટી પર આપવામાં આવેલી છૂટની સમય મર્યાદા વધારી દીધી છે, હવે માર્ચ 2025 સુધી તુવેર, અડદની દાળ પર ઇમ્પોર્ટ ડયુટી પરની છૂટ ચાલું રહેશે. ઉલ્લેખનિય છે કે અગાઉ મુક્ત આયાતની સમય મર્યાદા માર્ચ 2024 સુધી કરવામાં આવી હતી
વધુ વાંચો: મની લૉન્ડરિંગ અને જમીન ખરીદીના મામલે પ્રિયંકા ગાંધી સામે EDની ચાર્જશીટ
મની લૉન્ડરિંગ અને ખોટી રીતે જમીન ખરીદીને પાછી એક જ વ્યક્તિને વેચવાનાં મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાખલ કરેલી ચાર્જશીટમાં પહેલીવાર કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડરાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આખો મામલો NRI બિઝનેસમેન સી સી થંપી સાથે જોડાયેલો છે. જેમાં પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડરા સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે
વધુ વાંચો: ઉમેદવારો સામે સત્તાધીશો ઝૂક્યા આખરે લેખિત પરીક્ષા રદ કરાઇ
ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ જાહેરાત કરી હતી.જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતા સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી
વધુ વાંચો: ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી, મકાનો સીલ થશે
શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા) દ્વારા પિૃમ વિસ્તારો નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં EWSના 2510 યુનિટો બાકી હપ્તાની 8.95 કરોડની રકમ આગામી 31મી માર્ચ સુધીમાં નહીં ભરે તો મકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
વધુ વાંચો: વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં
ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશો દ્વારા 95 વર્ષ જૂના બંધારણને રાતોરાત બદલી નાખ્યું છે. બંધારણ બદલવા પાછળનો ખેલ ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યો છે. બંધારણ બદલાયા બાદ વિદ્યાપીઠ મંડળની મળેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો મુજબ હવે આગામી સમયમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક કે કુલ સચિવ એટલે કે વાઈસ ચાન્સેલર રજિસ્ટ્રાર મંડળના મંત્રીને પૂછયા વિના પાઈ પણ ખર્ચી નહી શકે.
વધુ વાંચો:અમદાવાદમાં બે દિવસમાં 2.6 ડિગ્રી પારો ઊંચકાયો, તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત તાપમાનનો પારો ઉચકાતા ઠંડી સાવ ઘટી ગઈ છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ 2.6 ડિગ્રી જેટલો પારો ઉચકાયો છે. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં હાલની સ્થિતિએ લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાવવુ જોઈએ, જે 5.8 ડિગ્રી ઉંચુ નોંધાઈ રહ્યું છે.
વધુ વાંચો: જંત્રીના દરોમાં ફેરફાર કે સુધારો કાયદાકીય યોગ્ય છે : HCમાં સરકાર
રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતોના જંત્રીના દર હાલના દર કરતા બમણાં કરતા જાહેર કરાયેલા વિવાદીત જાહેરનામાને પડકારતી પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરી બચાવ રજૂ કરાયો હતો કે, જંત્રી દરોમાં ફ્ેરફર કે સુધારો એ સરકારનો નીતિ વિષયક અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે.
વધુ વાંચો:સરકારે ભંગાર વેચીને બે વર્ષમાં કુલ 1,163 કરોડ રૂપિયાની કમાણી કરી
ઓક્ટોબર 2021થી સરકારે સ્ક્રેપના વેચાણથી લગભગ 1,163 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં આ વર્ષે ઓક્ટોબરમાં એક મહિનાના અભિયાનથી મળેલા 557 કરોડ રૂપિયા પણ સામેલ છે. એક સરકારી રિપોર્ટમાં કહેવાયું છે કે ઓક્ટોબર 2021થી કેન્દ્ર સરકારના કાર્યાલયોમાંથી આૃર્યજનક રીતે 96 લાખ ફિઝિકલ ફાઇલો હટાવી દેવાઇ હતી, જેનાથી કુલ 355 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ હતી
વધુ વાંચો:ગિફ્ટ સિટી પછી દારૂ પીવાની મંજૂરીમાં હવે સાપુતારા, ધોરડો, કેવડિયાનો વારો
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશનના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર આ સમગ્ર મુદ્દો ચર્ચાની ચગડોળે છે, આ તબક્કે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, સાપુતારા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જ્યાં આવેલું છે તે કેવડિયા અને ધોરડો સહિતના પર્યટન સ્થળોએ સમય જતાં જરૂરિયાતને ધ્યાને રાખીને દારૂની છૂટ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાશે. આમ એક રીતે રાજ્ય સરકારે આગામી સમયમાં વધુ સ્થળોએ દારૂબંધી હળવી કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.
વધુ વાંચો:ઇન્દોરમાં બે કોન્સ્ટેબલે ખાનગી બસના ડ્રાઇવર પાસેથી રૂ. 14 લાખ પડાવ્યા, બંનેની
ઇન્દોરમાં એક ખાનગી બસના ડ્રાઇવર પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લેવા બદલ શહેરના ચંદન નગર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે. 23 ડિસેમ્બરે બસ ડ્રાઇવરને અંકિત જૈન નામના ઇન્દોરના એક વેપારીએ 14 લાખ રૂપિયા ભરેલું બોક્સ અમદાવાદમાં રહેતા કનૈયાલાલ નામના શખ્સને પહોંચાડવા માટે આપ્યું હતું. આરોપી કોન્સ્ટેબલો યોગેશ ચૌહાણ અને દીપક યાદવે તપાસના નામે બસ ડ્રાઇવર નરેન્દ્ર તિવારી પાસેથી બોક્સ લઇ લીધું હતું










