આજનું સંદેશમાં વાંચો દેશ-વિદેશ-ગુજરાતના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: ચાર મિલિયન ડોલરનો વિવાદ, PCB અને શ્રીલંકા આમને-સામને થયા

પાકિસ્તાન અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ વચ્ચે નાણાકીય મામલે મોટો વિવાદ સર્જાયો છે અને બંને બોર્ડ એકબીજાની સામસામે થઈ ગયા છે. 2023ના રમાયેલા એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવતા લગભગ ત્રણથી ચાર મિલિયન ડોલર (લગભગ 25થી 33 કરોડ રૂપિયા)નો વધારાનો ખર્ચ આવ્યો છે અને તેને કોણ ભોગવે તે અંગે બંને બોર્ડ આમનેસામને થઈ ગયા છે. 

વધુ વાંચો: FIFA વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમેની મેક્સિકો સિટીમાં, ફાઈનલ ન્યૂ જર્સીમાં રમાશે

વિશ્વની ફૂટબોલ સંચાલક સંસ્થા ફિફાએ 2026માં રમાનારા વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી છે. 2026ની ફૂટબોલ મેગા ઇવેન્ટની ફાઇનલ ન્યૂ જર્સીના મેટ લાઇફ સ્ટેડિયમમાં રમાશે. 

વધુ વાંચો: બિહારમાં મધ્યાહન ભોજન ખાધા પછી 171 બાળકો બીમાર, પાંચ ગંભીર

પશ્ચિમ ચંપારણના બાંસગાંવ પરસૌની ગામે આવેલી શાળામાં સોમવારે મધ્યાહન ભોજન આરોગ્યા પછી 171 બાળકો બીમાર પડી ગયા હતા. ભોજન પછી ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. 

વધુ વાંચો: વરુણ ઘોષે ભારતીય મૂળના પહેલા ઓસ્ટ્રેલિયન સેનેટર બનીને ઇતિહાસ રચ્યો

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન બેરિસ્ટર વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયન સંસદના ભારતમાં જન્મેલા પહેલા સેનેટર બની ગયા છે. તેઓ ઓસ્ટ્રેલિયન સંસદમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે. 

વધુ વાંચો: ઉત્તરાખંડમાં UCC લાગુ થવાનું કાઉન્ટડાઉન શરૂ : વિધાનસભા સત્રમાં આજે બિલ રજૂ

સીએમ પુષ્કરસિંહ ધામી સરકાર ઉત્તરાખંડમાં UCC - સમાન નાગરિક ધારો લાગુ કરવાથી માત્ર એક પગલું દૂર છે. આવતી કાલે, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકાર વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવાની છે.

વધુ વાંચો: કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી : લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

કાશ્મીરમાં સોમવારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહેતાં સમગ્ર ખીણ વિસ્તારમાં શીતલહેરનો પ્રભાવ વધી ગયો છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના ગ્રીષ્મકાલીન પાટનગર શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 0.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. 

વધુ વાંચો: ગોતા પાસે બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં દંપતી પછડાયું: મહિલાનું મોત

ચાંદખેડામાં રહેતા કાંતિલાલ પ્રજાપતિ રવિવારે કાંતિલાલ પત્ની નિતાબેન અને આઠ વર્ષીય પુત્ર આયુશને લઇને એક્ટિવા પર ચાંદલોડિયામાં સાસરીએથી પરત ઘરે જતા હતા ત્યારે ગોતા વંદેમાતરમ સેવી સ્વરાજ સેન્ટર પોઇન્ટ પાસે બોલેરો પીકઅપ વાને એક્ટિવાને ટક્કર મારતા તેમનું એક્ટિવા આગળ જતી કારમાં અથડાયુ હતુ. 

વધુ વાંચો: સીટીએમ પાસે પ્રસુતાનું મોત થતા રજની હોસ્પિટલ સળગાવવા પ્રયાસ

સીટીએમ પાસે આવેલ રજની હોસ્પિટલમાં મહિલાનું પ્રસૂતિ દરમ્યાન મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં આવીને લાકડીઓથી તોડફેડ કરીને કેરોસીન છાંટીને હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. 

વધુ વાંચો: ચીનમાં મંદીનો દોર 2028 સુધી ચાલુ રહેશે : IMF

હાલમાં ચીનમાં જે મંદીનો દોર ચાલી રહ્યો છે તે આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે. ચીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને તેની વસ્તીની સરેરાશ વય વધી રહી છે તે પરિબળો આ મંદી માટે જવાબદાર છે.

વધુ વાંચો: ઇઝરાયેલે સો. મીડિયા પર ભારત માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિશ્વના દેશોની યાદી

ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે.

  • Follow us on: