આજનું સંદેશના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારને ડામવાના મિશન અંગે લોકોને જાણકારી મળે અને તેઓ જાગૃત થાય તે હેતુસર દર વર્ષે વિશ્વના તમામ દેશો 9, ડીસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે મનાવે છે. આ સિવાય આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત માટે 40 સભ્યોની ઈલેક્શન કમિટી, ચેરમેન સહિત કુલ 17 લોકોની પોલિટિકલ અફેર્સ કમિટી તદુપરાંત અમદાવાદ સહિત 10 શહેર કે જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી છે. તો અન્ય સમાચારમાં ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત માટે 40 સભ્યોની ઈલેક્શન કમિટી, ચેરમેન સહિત કુલ 17 લોકોની પોલિટિકલ અફેર્સ કમિટી તદુપરાંત અમદાવાદ સહિત 10 શહેર કે જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે રાજય સરકાર દ્વારા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. 

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ વર્ષે પણ વાઇબ્રન્ટ દરમિયાન હેલીપેડ ખાતે આવેલ મેદાનમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયુ છે. આ ટ્રેડ શોમાં ભાગ લેવા આવતી કંપનીઓએ એક સ્ક્વેર મીટર જગ્યા માટે 13 થી 14 હજારનો ભાવ ચૂકવવાનો રહેશે. 

અમદાવાદના વસ્ત્રાલની એકલવ્ય અંગ્રેજી માધ્યમની શાળામાં કરાર આધારિત 19 વર્ષીય કરાટે ટ્રેનર દ્વારા ધોરણ.5ની બાળકીઓને મોબાઈલ ફોનમાં બીભત્સ વીડિયો બતાવ્યાની ઘટના સામે આવી છે. 

ગુજરાતમાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય અપાય છે, આ સહાયમાં સાચા લાભાર્થી ન હોવા છતાં કેટલાક ખેડૂતો યોજનાનો લાભ લેતાં હોવાનું સામે આવતાં તંત્રે રિકવરી કાઢવાનું શરૂ કર્યું છે.

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહૂના સરનામે ત્રીજે દિવસે પણ આવકવેરા વિભાગની રેડ ચાલુ રહી. રેડ દરમિયાન 30 જેટલા કબાટ ભરીને રોકડ મળી આવી છે. કબાટોમાંથી રૂપિયા 500 અને 200ની નોટોની થપ્પીઓ મળી આવી છે.

કચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં હાઈકોર્ટે આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. 

ભ્રષ્ટાચારને ડામવાના મિશન અંગે લોકોને જાણકારી મળે અને તેઓ જાગૃત થાય તે હેતુસર દર વર્ષે વિશ્વના તમામ દેશો 9, ડીસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે મનાવે છે . 

પરિમલ ગાર્ડન પાસે રહેતા પીયૂષ શાહ જમીન લે-વેચનો ધંધો કરે છે અને ધોલેરામાં અરહમ એકઝોટિકા નામનો પ્લોટિંગ પ્રોજેકટ ચલાવે છે. જેમાં ગત ફેબ્રુઆરીએ તેમના મિત્ર જીગ્નેશભાઈએ પીયૂષભાઈને બોલાવી જમીન દલાલીનું કામ કરતા પરિક્ષિતભાઈ સાથે મુલાકાત કરાવી હતી. 

સરસપુરમાં આવેલ સરસ્વતિ સ્કુલના શિક્ષકે ઘોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીએ ચાલુ ક્લાસે વોશરૂમ જવા મંજૂરી માંગતા શિક્ષકે ઉશ્કેરાઇને માર મારવા લાગ્યો હતો. 

  • Follow us on: