- મનીષ સિસોદિયાનું મેડિકલ ચેકઅપ થઈ ગયું, કોર્ટમાં રજૂ કરાયા
- AAP નેતાએ કોર્ટમાં નિર્દોષ સાબિત કરવું જોઈએઃ મનોજ તિવારી
- CBIએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા
દિલ્હીના શરાબકાંડમાં CBIએ મનિષ સિસોદિયાની ધરપકડ કરી હતી આ કૌભાંડ કેસમાં, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીની મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતીએક દિવસ અગાઉ આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરી તેમની પાંચ દિવસની રિમાન્ડની માંગ કરી છે.
CBIએ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ માંગ્યા
CBIએ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. CBIએ કોર્ટને જણાવ્યુ કે આગળની પુછપરછ માટે રિમાન્ડ જરૂરી છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવી શકે છે.
CBIએ કોર્ટમાં સિસોદિયા વિશે શું કહ્યું?
CBIએ કોર્ટમાં કહ્યું છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કમિશન 5 થી 12 કરોડ રૂપિયાનું હતું. આ સાથે CBIએ કહ્યું કે પૂછપરછ કરવાની હતી, તેથી રિમાન્ડની જરૂર છે.
મનિષ સિસોદિયાના વકીલની દલીલ
મનિષ સિસોદિયાના વકીલે કહ્યુ પુરતો સહયોગ આપી રહ્યા છીએ તો રિમાન્ડ કે ધરપકડ શા માટે? LGએ મંજૂરી શા માટે આપી? કેબિનેટમાં લાગી હતી આબકારી નીતિને મંજૂરી. LGની મંજૂરી બાદ જ કમિશન વધાર્યુ.
AAP નેતાએ કોર્ટમાં નિર્દોષ સાબિત કરવું જોઈએઃ મનોજ તિવારી
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદે આમ આદમી પાર્ટીના નેતાઓને કહ્યું છે કે તેઓ કોર્ટમાં નિર્દોષ હોવાનો પુરાવો આપે રોડ પર નહીં.મનોજ તિવારીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની ધરપકડ પર આમ આદમી પાર્ટીના વિરોધની ટીકા કરતા કહ્યું છે કે જેઓ આવા ભ્રષ્ટાચાર અને લૂંટના આરોપીઓ વિરોધ કરતા નથી, પરંતુ કોર્ટમાં પોતાની નિર્દોષતા પુરવાર કરે છે.
સિસોદિયાના વકીલ વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં પહોંચ્યા હતા
મનીષ સિસોદિયા વતી એડવોકેટ મોહિત માથુર અને સિદ્ધાર્થ અગ્રવાલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં CBIના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં પહોંચ્યા હતા.
સીબીઆઈ તરફથી સ્પેશિયલ સરકારી વકીલ હાજર રહેશે
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. આ પહેલા દિલ્હી પોલીસની હિલચાલ શરૂ થઈ ગઈ છે, જ્યારે સીબીઆઈ વતી વિશેષ સરકારી વકીલ હાજર થશે.
દિલ્હીથી લખનઉ સુધી પ્રદર્શન
દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થયા છે. અહીંથી તમામ કાર્યકરો અને નેતાઓ CBI ઓફિસ અને બીજેપી ઓફિસ જશે, જ્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરશે. ભોપાલમાં પણ AAP કાર્યકરોનો વિરોધ ચાલુ છે. ચંદીગઢમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે એકઠા થયા છે. લખનૌમાં બપોરે 2.30 વાગ્યાથી પ્રદર્શન થશે.
AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ
દિલ્હીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે વિરોધને ગેરકાયદે ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે કલમ 144 લાગુ છે. જો વિરોધીઓ સંમત નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોલીસ પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો છે. AAPનો આરોપ છે કે પોલીસે ઓડિયો સિસ્ટમ જપ્ત કરી લીધી છે.













