• AAPના MLA અમાનતુલ્લા ખાનની ધરપકડ
  • દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતીનો આરોપ 
  • વક્ફ બોર્ડની મિલકતો ભાડે આપવા અને ભંડોળનો દુરુપયોગનો પણ આરોપ 

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ હતો. તેમના પર વક્ફ બોર્ડની મિલકતો ભાડે આપવા અને વક્ફ બોર્ડના ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો.

મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. EDએ વક્ફ બોર્ડ નિમણૂક કૌભાંડના આરોપમાં ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે અમાનતુલ્લા ખાનની લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. AAP ધારાસભ્ય અમાનતુલ્લા પર વક્ફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે 32 લોકોની નિમણૂક કરવાનો આરોપ હતો. ગુરુવારે તે સુપ્રીમ કોર્ટના આદેશ પર ED સમક્ષ હાજર થયો હતો. સવારથી સાંજ સુધી લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી EDએ તેની ધરપકડ કરી હતી. AAP ધારાસભ્યની ધરપકડના સમાચાર મળતા જ AAP નેતા સંજય સિંહ અને મંત્રી આતિશી અમાનતુલ્લા ખાન તેમના ઘરે પહોંચ્યા.

વકફ બોર્ડમાં ગેરકાયદેસર નિમણૂકનો આરોપ

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ હતો. તેમના પર વક્ફ બોર્ડની મિલકતો ભાડે આપવા અને વક્ફ બોર્ડના ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું. અમાનતુલ્લા સામેના આરોપો બાદ EDએ તેના અને તેના નજીકના લોકોના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં અમાનતુલ્લાના નજીકના લોકોના ઘરેથી મોટી રકમની રોકડ મળી આવી હતી. આ સિવાય એક ડાયરી પણ મળી આવી, EDનો દાવો છે કે આ ડાયરીમાં અમાનતુલ્લા દ્વારા દેશ અને વિદેશમાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ છે.


  • Follow us on: