- સંજય સિંહ અને સીએમ માન બપોરે 1 વાગે કેજરીવાલને તિહાર જેલમાં મળવાનાં હતાં
- તિહાર જેલ પ્રશાસને સુરક્ષાના કારણોસર સીએમ માન અને સંજય સિંહને ના કહ્યું હતું
- તિહાર જેલ પ્રશાસનના પણ પોતાના નિયમો હોય છે જેલ આ મેન્યુઅલ પ્રમાણે ચાલે છે
આજે બુધવારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળવા જઈ રહ્યા હતા. જેના પર AAPના સૂત્રોનું કહેવું છે કે બેઠક માટે નક્કી કરાયેલો સમય 1 વાગ્યાનો હતો. પરંતુ હવે માહિતી સામે આવી છે કે જેલ પ્રશાસને સુરક્ષાના કારણોસર મુખ્યમંત્રી માન અને સંજય સિંહને સીએમ કેજરીવાલને મળવા દેવાની ના પાડી દીધી હતી.
જેલ પ્રશાસન તેના મેન્યુઅલ પ્રમાણે ચાલે
મળતી માહિતી અનુસાર, આજે 9 એપ્રિલ સીએમ ભગવંત માન અને સાંસદ સંજય સિંહ કેજરીવાલને મળી શકશે નહીં. આ બાબતે તિહાર જેલ પ્રશાસને કહ્યું હતું કે, મુલાકાતનો નવો સમય તે જણાવશે. તિહાર જેલનું કહેવું છે કે, જેલના પણ પોતાના નિયમો છે, અને જેલ પ્રશાસન તેના મેન્યુઅલ પ્રમાણે ચાલે છે.
આજે બપોરે 1 વાગે મુલાકાત નક્કી થઈ હતી
જેલ પ્રશાસને સીએમ કેજરીવાલની સાથે મીટિંગની મંજૂરી ન આપવા મુદ્દે કહ્યું કે, બધી જ ઔપચારિક બાબતોને પૂર્ણ કરી દીધી હતી અને આજે બપોરે 1 વાગે મુલાકાતનો સમય નક્કી કર્યો હતો, પણ અચાનક જ રાત્રે મીટિંગ કેન્સલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરશે
આજે સવારે જ આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં એક પ્રસ્તાવ દાખલ કરશે અને વહેલી સુનાવણીની માંગ કરશે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે 21 માર્ચે ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી.
સીએમ કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં બંધ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારુ કૌભાંડના કેસ બાબતમાં સતત નવ વખત સમન્સ પાઠવ્યાં બાદ EDએ લાંબી પૂછપરછ પછી 21 માર્ચે કેજરીવાલના ઘરેથી કસ્ટડીમાં લેવાયાં હતાં. ત્યાર બાદ હવે મુખ્યમંત્રી કેજરીવાલ 15મી એપ્રિલ, 2024 સુધી તિહારની જેલમાં બંધ છે.
2 એપ્રિલે સંજય સિંહને જામીન આપ્યાં હતાં
દિલ્હી લિકર પોલીસે કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા તેમજ સત્યેન્દ્ર જૈન પણ તિહાર જેલમાં સજા ભોગવી રહ્યાં છે. જો કે, 2 એપ્રિલે જ સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં સાંસદ સંજય સિંહને જામીન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, આપ દિલ્હી, પંજાબ, ગુજરાત, આસામ અને હરિયાણાની કુલ 22 લોકસભા સીટો પર ચૂંટણી લડી રહ્યો છે.