• કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશભરમાં AAPએ કર્યો વિરોધ
  • AAP નેતાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
  • ધરપકડના વિરોધમાં 25 માર્ચે હોળીનો કાર્યક્રમ મોકૂફ: ગોપાલ રાય

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે દેશના ઘણા રાજ્યોમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન AAPએ એક મોટી જાહેરાત કરી છે. AAP પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, 26 માર્ચે આમ આદમી પાર્ટી વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરશે.

"26 માર્ચે PMના નિવાસસ્થાને ઘેરાવ કરીશું"

AAP પાર્ટીના નેતા કહ્યું હતું કે, 'આ વર્ષે હોળીનો કોઈ કાર્યક્રમ નહીં હોય. 25 માર્ચે અમે લોકો પાસે જઈશું અને તેમને જણાવીશું કે દેશમાં શું થઈ રહ્યું છે. 23 માર્ચે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શહિદી પાર્કમાં AAP નેતાઓ, કાર્યકરો, મંત્રીઓ વિરોધ પ્રદર્શન કરશે અને 24 માર્ચે, આમ આદમી પાર્ટી સમગ્ર દિલ્હીમાં સવારે 11 વાગ્યે વિરોધ નોંધાવશે.

દિલ્હીના મંત્રી ગોપાલ રાયે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'આ ધરપકડના વિરોધમાં દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, આવતીકાલે અમારા મંત્રીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ, INDIA બ્લોકના નેતાઓ બધા કાલે સવારે 10 વાગ્યે શહીદી પાર્ક પહોંચશે. કેજરીવાલને જેલ મૂક્ત કરોના નારા સાથે AAP નેતાઓ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરશે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં અમે 25 માર્ચે હોળીનો કાર્યક્રમ મોકૂફ રાખી રહ્યા છીએ, 26 માર્ચે PMના નિવાસસ્થાને ઘેરાવ કરીશું.

આ કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી

દિલ્હીની નવી લિકર પોલિસી નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી હતી. પરંતુ આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. બાદમાં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં દારૂની નીતિમાં અનિયમિતતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ઇડીએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો. કેજરીવાલ આ કેસમાં ધરપકડ થનાર ચોથા મોટા નેતા છે. 

આ પહેલા મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ 4 ઓક્ટોબરે EDએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ મહિને 15 માર્ચે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

  • Follow us on: