• દારૂ નીતિમાં કૌભાંડ મુદ્દે કેજરીવાલની ધરપકડ
  • અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર
  • EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી 

CM અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેઓ 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર થશે. જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવશે.

CM અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેઓ 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર થશે. જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે. કોર્ટના ચુકાદા પહેલા બંને પક્ષોએ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. આ સાથે જ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જ્યારે ઈડી પાસે બધુ જ છે તો ધરપકડ કેમ કરવામાં આવી છે. બીજી બાજુ દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. 


EDની રિમાન્ડ નોટમાં શું છે દાવા?

EDની રિમાન્ડ નોટમાં AAP પાર્ટીને કંપની ગણાવવામાં આવી છે. EDની રિમાન્ડ નોટમાં કેજરીવાલને માસ્ટરમાઇન્ડ ગણાવ્યો છે. EDએ લખ્યું છે કે એક્સાઇઝ પોલિસી બનાવવામાં કેજરીવાલની મહત્વની ભૂમિકા છે. લાંચના રૂપમાં મળેલા નાણાંનું ગોવાની ચૂંટણીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. EDએ દાવો કર્યો હતો કે વિજય નાયર અને મનીષ સિસોદિયા સાથે મળીને સાઉથ લોબીમાંથી પૈસા લેવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાના સેક્રેટરી રહેલા સી અરવિંદે પોતાના નિવેદનમાં જણાવ્યું કે માર્ચ 2021માં મનીષ સિસોદિયાએ સી અરવિંદને કેજરીવાલના ઘરે બોલાવ્યા અને તેમને 30 પાનાનો GOM ડ્રાફ્ટ આપ્યો. તે સમયે સતેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્યાં હાજર હતા. 

EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી

અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે, લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જોકે CM અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા છે.


EDએ કોર્ટમાં કહ્યું કે, કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે ભંડોળ ઊભું કરવા માટે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અભિયોજન કેસનું પરીક્ષણ અને સર્વોચ્ચ અદાલત દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતોની તપાસ કરી અને મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તપાસમાં ઘણા સ્તરો છે, અમારે આ મામલાના તળિયે સુધી જવું છે.

મની ટ્રેલની રિકવરી માટે કેજરીવાલના રિમાન્ડ જરૂરી - ED

EDએ કહ્યું કે, આ કેસમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક પુરાવાઓને નષ્ટ કરવાનો ઈતિહાસ છે. મોટી સંખ્યામાં ફોન નષ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં EDએ ઉત્તમ તપાસ હાથ ધરી છે. EDએ કહ્યું કે કેજરીવાલને કંફ્રંટ કરવાના છે, મની ટ્રેલની રિકવર કરવી છે, રિમાન્ડ આપવા માટે આ યોગ્ય કેસ છે.

  • Follow us on: