- ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગ ભારતની મુલાકાતે
- તોબગેએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત
- ટોબગેએ તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે ભારતને પસંદ કર્યું
PM મોદી સાથે ગુરુવારે મુલાકાત કર્યા બાદ ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત ભૂટાન સાથે તેની બહુપરિમાણીય ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે અને બૌદ્ધ ધર્મનો આધ્યાત્મિક વારસો બંને દેશોને જોડે છે. ભૂટાન એક વિશ્વસનીય મિત્ર અને ભાગીદાર તરીકે ભારત પર વિશ્વાસ કરી શકે છે.
ભૂટાનના PM શેરિંગ તોબગેનું સ્વાગત કરતા મુર્મુએ કહ્યું કે, ભારત અને ભૂટાન ગાઢ વચ્ચે સંબંધો ગાઢ થયા છે. જે તમામ સ્તરે પરસ્પર વિશ્વાસ, સદ્ભાવના અને સમજણ પર આધારિત છે. ભૂટાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ટોબગેએ તેમની પ્રથમ વિદેશ મુલાકાત માટે ભારતને પસંદ કર્યું તેની તેમણે પ્રશંસા કરી. મુર્મુએ કહ્યું કે, બૌદ્ધ ધર્મનો સહિયારો આધ્યાત્મિક વારસો બંને દેશોને જોડે છે.













