એર ઈન્ડિયા ટાટા કંપનીના હાથમાં છે અને ભાજપના નેતાઓ સુવિધાઓના અભાવે આ કંપની સામે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. પહેલા શિવરાજ સિંહ ચૌહાણે તૂટેલી સીટ મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી, પછી રાજીવ ચંદ્રશેખરે પણ કંપની પર ચાબખા માર્યા હતા. ત્યાર બાદ હવે ભાજપના પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ જયવીર શેરગીલે પણ એર ઈન્ડિયા પર નિશાન સાધ્યું છે.
જયવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી
મંગળવારે મોડી રાત્રે, જયવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ જયવીર શેરગીલે એર ઈન્ડિયા પર નિશાન સાધ્યું, કહ્યુ બકવાસ સુવિધા માટે એવોર્ડ મળશે
તૂટેલી સીટો, સૌથી ખરાબ સ્ટાફ, ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફનું કામ બકવાસ, ગ્રાહક સેવા વિશે મંદ વલણ,
તેણે અંતમાં લખ્યું, એર ઈન્ડિયામાં ઉડવું એ કોઈ સુખદ અનુભવ નથી, પરંતુ આજે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
એર ઈન્ડિયાએ જયવીરની પોસ્ટનો જવાબ આપ્યો અને માફી માંગી. એર ઈન્ડિયાએ લખ્યું, પ્રિય શેરગીલ, અસુવિધા માટે માફ કરશો. કૃપા કરીને તમારી મુસાફરીની વિગતો ડાયરેક્ટ મેસેજ દ્વારા અમારી સાથે શેર કરો. અમે તમારો સંપર્ક કરીશું. જયવીર શેરીગલ પોતે પાયલોટ છે. તેની પાસે પ્રાઈવેટ પાઈલટ લાઇસન્સ છે.
સુનીલ જાખરે ઈન્ડિગો પર નિશાન સાધ્યું હતું
એક દિવસ પહેલા પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખરે ઈન્ડિગો કંપનીની સુવિધાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રવિવારે લખ્યું હતું સુનીલ જાખરે ઈન્ડિગો અને એર ઈન્ડિયા પર 'ચલતા હૈ' વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને અપીલ કરી હતી કે આ મોટી એરલાઈન્સ સુરક્ષાના ધોરણો સાથે સમાધાન ન કરે.
સુનીલ જાખરે આગળ લખ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણજીએ પણ ફ્લાઈટમાં તૂટેલી સીટો પર નારાજગી વ્યક્ત કરી હતી
સુનીલ જાખરે આગળ લખ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણજીએ પણ ફ્લાઈટમાં તૂટેલી સીટો પર નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ એવું લાગે છે કે આ સ્થિતિ માત્ર એર ઈન્ડિયા સુધી સીમિત નથી. 27 જાન્યુઆરીની ચંદીગઢ-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટની આ તસવીરો દર્શાવે છે કે ઘણી સીટો પરના કુશન ઢીલા હતા અને તેમાં સુરક્ષાના ધોરણો મુજબ સીટો ફીટ કરવામાં આવી ન હતી. કેબિન ક્રૂએ મને નમ્રતાપૂર્વક કહ્યું કે તેઓ તેના વિશે કંઈ કરી શકતા નથી અને મારે વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
IndiGo એ સુનીલ જાખરના ટ્વીટનો જવાબ આપ્યો
IndiGo એ સુનીલ જાખરના ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું, "સર, અમારી સીટોને દૂર કરી શકાય તેવા કુશન સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે સફાઈ અને જાળવણીની સરળતા માટે વેલ્ક્રોની મદદથી સુરક્ષિત છે. દુર્લભ પ્રસંગોએ આ કુશન ઢીલા થઈ શકે છે અને વધુ સારી આરામ માટે તેને ફરીથી ગોઠવવાની જરૂર છે. પેસેન્જરની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને સીટોની ડિઝાઈનમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.