• 29 જૂને અમરનાથ યાત્રા થશે શરૂ
  • જમ્મુ-શ્રીનગર હાઇવે પર લગાવ્યા સીસીટીવી
  • ટ્રાફિકની દેખરેખ રાખવા બનાવ્યા કંટ્રોલ રૂમ

અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થશે. આ પહેલા જમ્મુ-શ્રીનગર હાઈવે પર યાત્રા અને ટ્રાફિક બંને પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે ઉધમપુરથી રામવન જિલ્લાના બનિહાલ સુધી 360-ડિગ્રી ધરાવતા 10 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. NH પર વાહનોની હિલચાલ પર નજર રાખવા અને શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવા માટે 60 કેમેરા લગાવવામાં આવ્યા છે.

આ જગ્યા પર લગાવાયા સીસીટીવી

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર 3,880 મીટર ઉંચી અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થશે અને 19 ઓગસ્ટે પૂરી થશે. અધિકારીએ જણાવ્યું કે ટ્રાફિક પર નજર રાખવા માટે ઉધમપુરથી બનિહાલ સુધીના મુખ્ય સ્થળો પર 10 હાઇ ક્વોલિટી ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે (ટ્રાફિક) એસએસપી રોહિત બાસ્કોત્રાએ જણાવ્યું કે આ કેમેરા ઉધમપુરના જખાની વિસ્તાર, દલવાસ, ખોની નાળા, મેહર, નચલાના, બનિહાલ ચોક, ટનલ-5 શાલીગડી અને કટપોઈન્ટ પર લગાવવામાં આવ્યા છે.

રખાશે ખાસ નજર

એસએસપી બાસ્કોત્રાએ કહ્યું કે 24 કલાક ટ્રાફિક પર નજર રાખવા માટે રામવનમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એસએસપીએ કહ્યું કે જ્યાં અવારનવાર અકસ્માતો થાય છે ત્યાં કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે અમરનાથ યાત્રા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને માત્ર લેનમાં જ વાહન ચલાવવાની સલાહ આપી છે અને ટ્રાફિકના ઉલ્લંઘન બદલ દંડ વસૂલવામાં આવશે.


  • Follow us on: