- ભ્રષ્ટાચાર મુદ્દે અમિત શાહે કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર
- હવે તો ભ્રષ્ટાચાર કરવા પર જેલ હવાલે થશે: અમિત શાહ
- "12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો"
લોકસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મતદારોને રીજવવા માટે વિપક્ષ ગેરંટીઓનો વરસાદ કરી રહી છે, તો બીજી તરફ નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તેવામાં અમિત શાહે કેજરીવાલનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું હતું કે, જેણે ભ્રષ્ટાચાર કર્યો છે તે જેલમાં ધકેલાશે.
શાહપુરમાં નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધતા અમિત શાહે INDIA ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અભિમાની ગઠબંધનમાં કૌભાંડો કરે છે. આવા લોકોનો ઉદ્દેશ્ય પરિવારના સભ્યોને મદદ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના ખેડૂતો, ગરીબો, શ્રમિકો, દલિતો અને આદિવાસીઓને મજબૂત બનાવવા સાથે પોતાના પગભર થવા મદદ કરી રહ્યા છે.













