- 12 જુલાઇએ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન
- લગ્નમાં દેશ વિદેશના મહેમાનો આપશે હાજરી
- લગ્નમાં સુરક્ષાને લઇને કડક અને ચુસ્ત બંદોબસ્ત ખડકાયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન છે. રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઇએ લગ્ન છે. આ શાહી લગ્ન સમારોહમાં રાજકીય દિગ્ગજો, વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ચર્ચા એ તેજ બની છે કે શું પીએમ મોદી અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપશે ?
પીએમ મોદી આપી શકે છે હાજરી ?
હાલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાઇડન્ટ હોટલની આસપાસની ઇમારતોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મહત્વનું છે કે પીએમ મોદી 13 જુલાઇએ મુંબઇ આવી રહ્યા છે. તેઓ મુંબઇમાં વિકાસના કાર્યોની શરૂાત કરવાના છે. ત્યારે શું આગલા દિવસે લગ્ન સમારોહમાં હાજરી આપશે કે કેમ તેને લઇને ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે.
સુરક્ષાને લઇને કડક બંદોબસ્ત
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપી શકે છે. કદાચ આ કારણોસર જ લગ્ન સમારોહ સ્થળની આસપાસ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીની સંભવિત મુલાકાતને કારણે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે ટ્રાઇડન્ટ હોટલની આસપાસની ઇમારતોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કઇ વિકાસની યોજનાઓ કરશે શરૂ ?
પીએમ મોદી 13 જુલાઈના રોજ મુંબઈ જઈ રહ્યા છે. 13 જુલાઈના રોજ પીએમ મોદી મુંબઈમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી બોરીવલી-થાણે લિંક રોડ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડનું ભૂમિપૂજન કરશે. બંને પ્રોજેક્ટની કિંમત 14 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
આ સિવાય પીએમ મોદી દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે, જેના પર 1170 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે.
13 જુલાઈએ પીએમ મોદી મુંબઈના નેસ્કો સેન્ટરમાં ઘણા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કાર્યક્રમ કરશે. આ પછી પીએમ મોદી અહીં એક સભાને સંબોધશે.
વહીવટી તંત્ર એલર્ટ
પીએમ નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાતને લઈને વહીવટીતંત્ર ખૂબ જ સતર્ક છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બેઠકની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે આશા છે કે PM મોદી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકે છે.
Jio વર્લ્ડ સેન્ટરમાં 7 ફેરા લેશે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે. આ લગ્નની વિધિઓ પણ ચાલી રહી છે. આ ખાસ લગ્નમાં હાજરી આપવા માટે દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ મુંબઈ પહોંચી રહી છે. તેમાં ફિલ્મ, બિઝનેસ, રાજનીતિ વગેરે સાથે સંકળાયેલા ઘણા અગ્રણી લોકો સામેલ છે.