• અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ તેજ
  • મુકેશ-નીતા અંબાણી રૂબરૂ મળીને આપી રહ્યા છે આમંત્રણ
  • રાજકીય દિગ્ગજો, સેલિબ્રિટી તથા મંદિરોમાં અપાયુ આમંત્રણ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઇએ લગ્ન છે. અંબાણી પરિવારમાં તૈયારીઓ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. લગ્નના ઇન્વિટેશનનો વીડિયો પણ સામે આવ્યો છે. ખૂબ જ સરસ આમંત્રણ પત્રિકા છે. મુંબઇમાં તેમના ઘર એન્ટિલિયા ખાતે અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. મામેરુ પણ ભરાવાનુ છે. લગ્નને લઇને રાજકીય દિગ્ગજો, સેલિબ્રિટી સહિત સંબંધીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શું સોનિયા ગાંધી અનંતના લગ્નમાં હાજરી આપશે ?

મામેરાની પણ તૈયારીઓ

મુકેશ અંબાણી ગુરુવારે સોનિયા ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીને પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા લગ્નની તમામ વિધિઓ શરૂ થઈ ગઈ છે.

લગ્નનુ અપાઇ રહ્યું છે આમંત્રણ

મામેરુ એ ગુજરાતી લગ્નની વિધિ કહેવાય છે. જેમાં કન્યાના મામા તેને ભેટ આપે છે. મહત્વનું છે કે મુકેશ અને નીતા અંબાણી વ્યક્તિગત રીતે લોકોને કાર્ડ વહેંચી રહ્યા છે અને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ આપી રહ્યા છે. મુંબઈમાં તેમણે વ્યક્તિગત રીતે ઘણા નેતાઓ અને અભિનેતાઓના ઘરે મુલાકાત લીધી અને તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું.


બાબા વિશ્વનાથને આપ્યુ હતું આમંત્રણ

મહત્વનું છે કે ગયા મહિને નીતા અંબાણીએ બાબા વિશ્વનાથને તેમના પુત્ર અનંતના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે 1.51 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે માતા અન્નપૂર્ણાએ મંદિરને 1 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આ ઉપરાંત નીતા અંબાણી બનારસના વણકરોને પણ મળ્યા હતા. તેઓને સાડી બનાવવા કહ્યું હતું.

કેવું લાગે છે અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ?

અનંત-રાધિકાના લગ્નનું આમંત્રણ કાર્ડ લાલ રંગના બોક્સમાં છે. તેનો દેખાવ 'મંદિર' જેવો છે, જે ચાંદીથી બનેલો છે. લગ્નનું ફંક્શન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થવાનું છે, જે 3 દિવસ સુધી ચાલશે. આશીર્વાદ સમારોહ 13 જુલાઈએ અને સ્વાગત સમારોહ 14 જુલાઈએ યોજાશે.મહત્વનું છે કે જામનગરમાં પ્રથમ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન કરાયુ હતું. જ્યારે બીજી પ્રિ-વેડિંગ સેલિબ્રેશન મેના અંતમાં યુરોપમાં ક્રુઝ પર યોજવામાં આવ્યું હતું.


  • Follow us on: