• આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત
  • મિની ટ્રક કન્ટેનર ટ્રેક્ટરને અથડાયુ
  • ઘટનામાં 6ના મોત અનેક લોકો ઘાયલ

રોજબરોજ અકસ્માતના બનાવો વધુ બની રહ્યા છે. ક્યારેક ઓવર સ્પીડ તો ક્યારેક ઓવરટેકના ચક્કરમાં અકસ્માત થાય છે. તેવામાં આંધ્રપ્રદેશમાં શુક્રવાર સવારે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 6 લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

5ના ઘટના સ્થળે મોત

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ક્રુથિવેન્નુ મંડળના સિતાનપલ્લી ગામમાં બની હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા માછલીપટ્ટનમના ડીએસપી સુભાનીએ જણાવ્યું હતું કે લાકડુ લઇને જઇ રહેલા ટ્રક્ને ઓવરટેક કરતી વખતે મીની ટ્રક કન્ટેનર અથડાયુ હતું. જેમાં પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.


  • Follow us on: