• નૈનિતાલમાં ગરખ્વાર અકસ્માત
  • કાર ખાઇમાં પડતા 7 લોકોના મોત
  • વેકેશન કરવા જઇ રહ્યો હતો પરિવાર

હલ્દવાનીથી પુતપુરી જઈ રહેલી કાર ઓખાલકાંડામાં પટલોટ મોટરવેથી બે કિમી પહેલા અનારબન નજીક ઊંડી ખાઈમાં પડતા 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઉનાળુ વેકેશન હોવાથી ભદકોટ જઇ રહ્યા હતા. જે દરમિયાન ખાઇમાં પડતા દંપત્તી, દિકરી સહિત 7 લોકોના મોત થયા.

વેકેશન કરવા જઇ રહ્યો હતો પરિવાર 

મૂળ ભદકોટનો રહેવાસી મહેશચંદ્ર પારગાઈ સિડકુલમાં નોકરી કરતો હતો. તે સિસોના સિતારગંજમાં છ સભ્યોના પરિવાર સાથે રહેતો હતો. જ્યારે બાળકોની શાળામાં રજાઓ આવી ત્યારે તેની પત્ની પાર્વતીએ પરિવાર સાથે ભદકોટ જવાનું આયોજન કર્યું હતું. બુધવારે દંપતી તેમના ચાર બાળકો સાથે બસ દ્વારા સિતારગંજથી હલ્દવાની આવી હતી. ત્યાંથી તેઓ ભદકોટ જવા નીકળ્યા. હતા. પરંતુ આગળ જતા કાર ખાનસ્યુ બજારની આગળ ખીણમાં પડી. આ અકસ્માતમાં મહેશ ચંદ્ર પરગાઈ (40), પાર્વતી પારગાઈ (34) અને પુત્રી કવિતા પારગાઈ (10)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ તેના ત્રણ પુત્રો પંકજ પરગાઈ (12), મનોજ પરગાઈ (10) અને લોકેશ પરગાઈ સહિત સાત જણ ઘાયલ થયા હતા. મોડી રાત્રે તમામ ઘાયલોને સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ લોકોના થયા મોત

  • ભુવન ચંદ્ર ભટ્ટ (30)
  • ઉમેશ પરગાંઇ (38)
  • મમતા ભટ્ટ (19)
  • કવિતા પરગાંઇ (13)
  • પાર્વતી દેવી (33)
  • મહેશ ચંદ્ર પરગાંઇ (36)
  • મહેશચંદ્ર રેખાડી (45)


  • Follow us on: