અંકિતા ભંડારી મર્ડર કેસમાં કોર્ટે શુક્રવારે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. પરંતુ આ કેસનો કોયડો હજુ સુધી પૂર્ણ રીતે ઉકેલાયો નથી. આ સમગ્ર મામલે વીઆઇપી મહેમાનો કોણ છે. તેના પર રહસ્ય અકબંધ છે. અને કેસ દરમિયાન આ VIP મહેમાનોના નામનો ઉલ્લેખ અંત સુધી કરવામાં આવ્યો હતો. મૃતક અંકિતાના માતા-પિતા પણ કોર્ટના ચુકાદાથી અસંતુષ્ટ હતા. તેઓએ આરોપીઓ માટે ફાંસીની સજાની માગ કરી હતી.
VIP મહેમાનોનું રહસ્ય હજુ વણઉકેલ્યુ
અંકિતા ભંડારી મર્ડર કેસમાં પોલીસે 40 હજાર ફોન નંબર અને 800 CCTVની તપાસ કરી હતી. એક્સ્ટ્રા સર્વિસનો દબાવ કેમ અને કોના માટે કરવામાં આવ્યો છે. તેના રાઝ હજુ સુધી ઉકેલાયા નથી. અંકિતા મર્ડર કેસમાં ત્રણેય આરોપીઓ પુલકિત આર્યા, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે કેસમાં જે વીઆઇપીસ મહેમાનોની યાદી તૈયાર કરાઇ હતી. તેમના વિશે કોઇ માહિતી કે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ વીઆઇપી મહેમાનો કોણ હતા તેમના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જે દિવસે ઘટના બની હતી. તે દિવસે અંકિતાએ તેના મિત્ર પુષ્પદીપને રિસોર્ટમાં વીઆઇપી મહેમાન આવવાની માહિતી આપી હતી. પુષ્પદીપે જણાવ્યુ હતુ કે, પુલકિત આર્યા તેના વીઆઇપી મહેમાનને એક્સ્ટ્રા સર્વિસ આપવા માટે દબાણ કરી રહ્યો હતો. જેનો અંકિતાએ વિરોધ કર્યો હતો.
મામલા અંગે DIG પી.રેણુકાએ શું કહ્યુ ?
અંકિતા મર્ડર કેસ અંગે DIG પી.રેણુકાએ જણાવ્યુ હતુ કે, વનતારા રિસોર્ટમાં એક વીઆઇપી સૂટ છે. જેમાં રોકાવા આવનાર મહેમાનને વીઆઇપી મહેમાન કહેવામાં આવે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે, આ મહેમાન કોણ હતા. અંકિતા મિત્ર પુષ્પદીપે ઓનલાઇનના માધ્યમથી અંકિતા માટે નોકરી શોધી હતી. જ્યારે તેની સાથે કોઇ સંપર્ક ન થઇ રહ્યો હતો ત્યારે તે રિસોર્ટ આવી પહોંચ્યો હતો. 18 સ્પ્ટેબર 2022ના રોજ અંકિતા અને પુષ્પદીપની છેલ્લી વાતચીત થઇ હતી.
મૃતક અંકિતાને ન્યાય અપાવવા માટે પુષ્પદીપની મુખ્ય ભૂમિકા
પુષ્પદીપને અંકિતાએ જણાવ્યુ હતુ કે, તે ખૂબ પરેશાન છે. વનતારા રિસોર્ટમાં એનૈતિક કાર્યો થાય છે. પુલકિત આર્યા અને અંકિત ગુપ્તા તેને મહેમાનો વધુ સારી સેવા આપવા માટે દબાણ કરી રહ્યા છે. અંકિત અને પુષ્પદીપ એકબીજા સાથે સતત ચેટીંગ કરી રહ્યા હતા. પરંતુ રાત્રે સાડા 8 કલાકે જ્યારે અંકિતા સાથે સંપર્ક ન થયો ત્યારે તેણે પુલકિત આર્યાને ફોન કર્યો હતો. અને અંકિતા વિશે પુછ્યુ હતુ. પુલકિતે કહ્યુ હતુ કે, અંકિતા સુઇ ગઇ છે. આમ બીજા દિવસે જ્યારે ફરી પુલકિતને ફોન કર્યો ત્યારે તેણે કહ્યુ કે અંકિતા જીમમાં છે. પરંતુ શેફને ફોન કરતા માલૂમ પડ્યુ કે, અંકિતા ગઇકાલે રાત્રે જ રિસોર્ટમાંથી જતી રહી હતી. જે બાદ પુષ્પદીપ સીધો ઋષિકેશ પહોંચ્યો હતો. અને સમગ્ર મામલા અંગે માહિતી મેળવી હતી