- આસામમાં પુરની સ્થિતિ ગંભીર
- 22 લોકો થયા છે પૂરથી પ્રભાવિત
- 29 જિલ્લાઓ થયા છે પ્રભાવિત
આસામ તાજેતરના વર્ષોમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. પૂર્વોત્તર રાજ્યની મુખ્ય નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. લગભગ 22 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ડિબ્રુગઢમાં અનેક પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાજ્યના 29 જિલ્લા પૂરથી પ્રભાવિત છે.
પૂર અને ભૂસ્ખલનથી મોત
શુક્રવાર સુધીમાં પૂરને કારણે આસામમાં 77 જંગલી પ્રાણીઓના મોત થયા છે. જ્યારે 94 પ્રાણીઓને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બચાવી લેવાયા છે. રાજ્યમાં આ વર્ષે પૂર ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને 62 થઈ ગયો છે જ્યારે ત્રણ લોકો ગાયબ છે. તેમાંથી 52 લોકો પૂરમાં અને 12 અન્ય લોકો ભૂસ્ખલન અને તોફાનને કારણે મૃત્યુ પામ્યા હતા.
આસામનો ધુબરી જિલ્લો રાજ્યમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 6.48 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. દરાંગ જિલ્લામાં 1.90 લાખ લોકો અને કછરમાં 1.45 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
મુખ્યમંત્રીએ મદદની જાહેરાત કરી
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, શુક્રવારે ગંભીર પૂરગ્રસ્ત ડિબ્રુગઢ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ સાથે મોડી રાત્રે બેઠક યોજી હતી. રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી, અમે 'આસામ આરોગ્ય નિધિ - એક સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના' સહિત અનેક બાબતોની સમીક્ષા કરી. સરમાએ એમ પણ કહ્યું કે તેમણે અધિકારીઓને ખાસ કરીને 'રેરેસ્ટ કેસો અને એવા લોકોની અરજીઓને પ્રાધાન્ય આપવા કહ્યું છે જેઓ હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.