- આસામમાં પુરને કારણે 48 લોકોના મોત
- પુરને કારણે 16 લાખ લોકો પ્રભાવિત
- કાઝીરંગા નેશનલ પાર્કમાં ભરાયા હતા પાણી
આસામમાં પુરને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. 28 જિલ્લાના 2500 ગામોમાં પાણીમાં ગરકાવ થયા છે. જેમાં કાઝીરંગા નેશનલ પાર્ક પણ બાકાત નથી. ભારે પાણી ભરાવાને કારણે પશુપંખીઓને પણ નુકસાન થવા પામ્યું છે. આસામની આવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયા છે.
લાખો લોકો પ્રભાવિત
આસામમાં પુરને કારણે 11.34 લાખ લોકો પ્રભાવિત થયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તર-પૂર્વીય રાજ્ય બ્રહ્મપુત્રા નદીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 48 લોકોના મોત થયા છે. લગભગ 3057 લોકો અને 419 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે. આસામ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ પણ હાઈ એલર્ટ પર છે.
આસામના આ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત
આસામમાં 33 જિલ્લા છે, જેમાંથી 28 પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. પૂરથી લોકોને બચાવવા માટે NDRF, SDRF અને આર્મીને તૈનાત કરવી પડી હતી. બરપેટા, બિસ્વનાથ, કચર, ચરાઈડિયો, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ, કરીમગંજ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, તમુલનગુરિયા અને ઉદલગુરી.
લખીમપુરની સૌથી ખરાબ સ્થિતિ
લખીમપુરમાં 1.65 લાખથી વધુ લોકો પાણી ભરાવાથી પરેશાન છે. દારાંગમાં 1.47 લાખ લોકો અને ગોલાઘાટમાં 1.07 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 490 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. જેમાં લગભગ 2.86 લાખ લોકો રહે છે. લગભગ 42,500 હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે. 8.32 લાખ પશુઓ અને મરઘાંને અસર થઈ છે. નિમતીઘાટ, તેજપુર, ગુવાહાટી, ધુબરીમાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.