દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. દિલ્હીની 70 બેઠકો પર ક્યારે મતદાન થશે તેને લઇને હાલમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થઇ છે. રાજીવ કુમારે જણાવ્યું હતું કે 2024 ચૂંટણીનું વર્ષ રહ્યું. દેશમાં 99 કરોડથી વધારે મતદારો છે. દુનિયાની 2/3 વસ્તીએ 2024માં મતદાન કર્યુ છે. આ સાથે જ તેમણે યુવાનોને લોકતંત્રમાં ભાગીદારી વધારવાની અપીલ કરી હતી.
નવો રેકોર્ડ બનાવીશું- રાજીવ કુમાર
સાથે જ જણાવ્યું કે સૌથી વધારે મતદારો મામલે આપણે બહુ જલ્દી નવો રેકોર્ડ બનાવીશું. 100 કરોડ મતદારો વાળો આપણો દેશ બહુ જલ્દી બની જશે. દિલ્હીમાં ખાસ કરીને ઉત્સાહ સાથે વોટિંગ થતુ હોય છે. તેમણે જણાવ્યું કે વોટિંગ લિસ્ટમાંથી નામ હટાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇવીએમમાં ગડબડીના આરોપ લાગ્યા આમ ચૂંટણી પંચ સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ધીમી મતગણનાનો પણ આરોપ લગાવાવમાં આવ્યો હતો. જેનો જવાબ આપતા જણાવ્યું કેઆરોપો સાંભળીને દુઃખ થાય છે. પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે. ચૂંટણીના 7 દિવસ પહેલા ઇવીએમમાં સિમ્બોલ નાંખવામાં આવે છે. પક્ષોની સામે જ ઇવીએમનું સીલ તોડવામાં આવે છે. ઇવીએમ સ્ટ્રોન્ગ રૂમની દેખરેખ થાય છે. 7-8 દિવસ પહેલા જ ઇવીએમમાં બેટરી નાંખવામાં આવે છે.
ઇવીએમ હેક ન થઇ શકે- રાજીવ કુમાર
ફોર્મ 6 વિના તો મતદાર યાદી તૈયાર થતી જ નથી. 70 પ્રકારના પગલા ભરીને ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવે છે. દરેક પક્ષોને કોઇ મુશ્કેલી હોય તો તેની ફરિયાદ કરવાનો પણ સમય આપવામાં આવે છે. કોર્ટે કહ્યું છે કે ઇવીએમ હેક ન થઇ શકે. ઇવીએમમાં વાયરસ કે બગ ન આવી શકે. ઇવીએમમાં ગેરકાયદેસર વોટિંગની સંભાવના જ નથી. ઇવીએમ ફુલપ્રુફ ડિવાઇસ છે.
- દિલ્હીમાં 1.55 લાખ કરોડ મતદાતા
- 13 હજાર 33 પોલિંગ બુથ.
- 71 લાખ 74 હજાર મહિલા મતદારો
- 83 લાખ 49 હજાર પુરુષ મતદારો
- 20-29 વર્ષના 25 લાખ 89 હજાર મતદાતા

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા જણાવ્યું કે 70 બેઠકો પર એક તબક્કાનું મતદાન થશે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ રિઝલ્ટ જાહેર થશે. આ સાથે જ ચૂંટણી પંચે ટકોર કરી છે કે ચૂંટણી પ્રચારમાં ખરાબ ભાષાનો પ્રયોગ ન કરો. ખાસ કરીને મહિલાઓ માટે.