- જન્મભૂમિ ટ્રસ્ટે શેર કર્યા મંદિર નિર્માણના ફોટો
- ફ્લોર નિર્માણનું કામ જોરશોરથી શરૂ કરાયું
- દિલ્હીની બેંકમાં આવશે મોટું ફંડ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના વિકાસમાં ભંડોળનો અભાવ નહીં નડે. હવે વિશ્વભરના ભક્તો આ રામ મંદિરના કાર્ય માટે દાન આપી શકશે. ભારત સરકારે આ માટે વિશેષ પરવાનગી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે વિદેશી સ્ત્રોતો પાસેથી દાન મેળવવાની મંજૂરી આપી દીધી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પૈસા દિલ્હી સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાં ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરાવી શકાય છે.

ચંપત રાયે ટ્વિટર પર પોસ્ટ કર્યું, "શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વિદેશ યોગદાન નિયમન અધિનિયમ 2010 હેઠળ સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના FCRA વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી છે." વિદેશી સ્ત્રોતોમાંથી મળેલ કોઈપણ સ્વૈચ્છિક યોગદાનને ફક્ત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં જ તેની 11, સંસદ માર્ગ, નવી દિલ્હી-110001 પર સ્થિત તેની મુખ્ય શાખામાં સ્વીકારવામાં આવશે."

ગૃહ મંત્રાલયના FCRA વિભાગે વિદેશી સ્ત્રોતો પાસેથી સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની નોંધણી કરી છે.રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં જ પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અયોધ્યાના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય ત્રણ-ત્રણ-ત્રણ મીટર સુધી ચાલી રહ્યું છે. નિર્માણાધીન રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થશે.

મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે મંદિરનો અભિષેક 20 થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજરી આપી શકે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લી તારીખ વડાપ્રધાન કાર્યાલયની માહિતીના આધારે નક્કી કરવામાં આવશે. જોકે, રામ મંદિર ટ્રસ્ટે મંદિરની જુદી જુદી તસવીર શેર કરી હતી. જેમં નિર્માણ કાર્ય જોઈ શકાય છે. ફર્સ્ટ ફ્લોર સુધીની કામગીરી સ્પષ્ટ જોઈ શકાય છે.