- કરોડોની સંપત્તિનો માલિક છે બાબા ભોલે
- સૂરજપાલ સિંહ ઉરઅફે ભોલે બાબા
- સંભલ જિલ્લામાં છે આલિશાન આશ્રમ
હાથરસમાં મંગળવારે એક સત્સંગમાં નાસભાગ થઇ હતી. જેમાં 121લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હવે સૂરજ પાલ સિંહ ઉર્ફે ભોલે બાબાની સંપત્તિની વિગતો સામે આવી રહી છે. સંભલ જિલ્લામાં પણ હાથરસના સૂરજપાલ વિશ્વ હરિ ભોલે બાબાનો આલીશાન આશ્રમ આવેલો છે. જે પ્રવાસ ઝૂંપડીના નામે ઓળખાય છે.
2012માં બનાવ્યો હતો આશ્રમ
પ્રવાસ ઝૂંપડી આશ્રમ વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો. ચાંદોસી તાલુકાના સરાઈ સિકંદર ગામ પાસે બનાવવામાં આવ્યો હતો. ભોલે બાબાનો આશ્રમ 8 વીઘા જમીન પર બનેલો છે જે તેમની પત્નીના નામે હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યુ છે કે ભોલે બાબા 2013માં આશ્રમમાં એક જ મહિનો રહ્યા હતા. જ્યારે વર્ષ 2015માં તેઓ 7થી 8 દિવસ રોકાયા હતા. ત્યારથી લઇને આજદિન સુધી બાબા આશ્રમમાં આવ્યા જ ન હોવાની માહિતી મળી રહી છે.
આલિશાન અને સુવિધા સભર આશ્રમ
સંભલ જિલ્લાના પ્રવાસ ઝૂંપડીના સેવાદારના જણાવ્યા મુજબ 2015 પછી બાબા અહીં આવ્યા નથી. આ કરોડો રૂપિયાની સંપત્તિ છે. બાબાનો આ આશ્રમ કોઈ આલીશાન મહેલથી ઓછો નથી. આ આશ્રમની અંદર દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.

વર્ષ 2015થી આવ્યા નથી આશ્રમમાં
મહત્વનું છે કે આશ્રમના સેવાદાર માહી લાલ સિંહ શરૂઆતથી જ આ આશ્રમની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે બાબા 2015થી અહીં આવ્યા નથી. અહીં માત્ર તેમના અનુયાયીઓ આવે છે, અહીં આવનારા ભક્તો અને સેવાદારની સેવા કરવાનું કામ મહિલાલ સિંહ કરે છે. મહિલાલ સિંહે જણાવ્યું કે પહેલા સ્થાનિક લોકોએ એક કમિટી બનાવી હતી અને પૈસા ભેગા કર્યા બાદ બધાએ આ આશ્રમની જમીન ખરીદી હતી. આશ્રમની જમીન ભોલે બાબાની પત્નીના નામે નોંધાયેલી હતી. ગઈકાલે બનેલી આ ઘટનામાં સંભલની એક મહિલાનું પણ મૃત્યુ થયું હતું, જેમના અંતિમ સંસ્કાર આજે સંભલમાં કરવામાં આવ્યા હતા.