• હાથરસ અકસ્માતમાં 121 લોકોના મોત
  • પોલીસે 6 આયોજકોની કરી ધરપકડ
  • અકસ્માત બાદ બાબા ભોલે ભાગ્યા હોવાનો વીડિયો આવ્યો સામે

હાથરસ અકસ્માતમાં 121 લોકોના મોત થયા છે. 6 આયોજકોને ઝડપી લેવાયા છે. જોકે ભોલે બાબા હજી ઝડપાયાન નથી. મુખ્ય સેવાદાર પર એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. ત્યારે હાથરસ દુર્ઘટના બાદ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં બાબા ભોલે પોતાના કાફલા સાથે ભાગતા જોવા મળી રહ્યા છે.

બાબાનો કાફલો દેખાયો સીસીટીવીમાં

મળતી માહિતી અનુસાર આ વીડિયોમાં કથાકાર નારાયણ સાકર હરિ ઉર્ફે 'ભોલે બાબા' જોવા મળ્યો છે. તેના કાફલાના આ દ્રશ્યો પેટ્રોલ પંપના સીસીટીવીમાં રેકોર્ડ થયા છે. મહત્વનું છે કે મંગળવારે હાથરસમાં આયોજિત નારાયણ સાકર હરિના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી.

સત્સંગ સ્થળથી 500મીટર દૂરનો વીડિયો

અકસ્માત બાદ નારાયણ સાકર ઉર્ફે ભોલે બાબાએ કહ્યું હતું કે તે અકસ્માતના ઘણા સમય પહેલા જ સ્થળ પરથી નીકળી ગયા હતા. જ્યારે સીસીટીવી ફૂટેજના સમય અનુસાર બાબાનો કાફલો અકસ્માત બાદ મૈનપુરી તરફ જતો જોવા મળે છે. પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં બાબાનો કાફલો રેકોર્ડ થયો છે. ઘટના સ્થળથી માત્ર 500 મીટર દૂર પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં ભોલે બાબાનો કાફલો મૈનપુરી તરફ જતો જોવા મળે છે. ફૂટેજમાં સમય 1:22 વાગ્યાનો દેખાય છે. કાફલો પસાર થાય તે પહેલાં નારાયણ સાકર વિશ્વ હરીના સેવાદાર રોડ પર માનવ સાંકળ રચતા જોવા મળે છે. થોડી વારમાં બાબાનો કાફલો આવી પહોંચે છે.

હું તો ઘણા સમય પહેલા જ ત્યાંથી નીકળી ગયો- ભોલે બાબા

નારાયણ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાએ એક લેખિત નિવેદન જાહેર કર્યું હતુ કે તેઓ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરે છે. બાબાએ કહ્યું હતું કે અમે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બાબાએ આગળ લખ્યું હતું કે જ્યારે સત્સંગમાં નાસભાગ થઈ ત્યારે તેઓ ત્યાં નહોતા. તેઓ પહેલેથી જ ત્યાંથી નીકળી ગયા હતા.


  • Follow us on: