- અતીક ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો
- શાઇસ્તા પરવીનની સુરક્ષામાં રહેતો હતો
- 10 બોમ્બ લઇને જઇ રહ્યો હતો બલ્લી
માફિયા અતીક અહેમદનું નામો નિશાન હવે આ દુનિયામાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ પોલીસ અને વહીવટીતંત્ર તેની ગેંગમાં સામેલ ગુનેગારો અને શૂટરોને પકડવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં મોટી સફળતા ત્યારે મળી, જ્યારે માફિયાના ખાસ શૂટર અને જમણો હાથ ગણાતા બલ્લી પંડિતની ધરપકડ કરી છે. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે, પોલીસે બલ્લીને ત્યારે પકડી લીધો જ્યારે તે તેની બેગમાં 10 બોમ્બ લઈને જતો હતો.
પ્રયાગરાજ પોલીસની સફળતા
યુપીની પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. પ્રયાગરાજ પોલીસે માફિયા અતીક અહેમદ ગેંગના શૂટર અને ફરાર શાઇસ્તા પરવીનના ખાસ માણસ બલ્લી પંડિતને ઝડપી પાડ્યો છે. બલ્લી પંડિત હિસ્ટ્રીશીટર છે અને અતીકના જેલ ગયા બાદ તે શાઇસ્તા પરવીન સાથે પડછાયાની જેમ તેની સુરક્ષામાં રહેતો હતો. ઉમેશપાલ હત્યાકાંડ પહેલા અતીકની પત્ની શાઇસ્તાએ બલ્લી પંડિત સાથે મુલાકાત કરી હતી જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
ક્યાંથી ઝડપાયો બલ્લી પંડિત ?
મળતી માહિતી મુજબ, બલ્લી પંડિતની ખુલદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાકિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉમેશ પાલ હત્યાકાંડ પહેલા શાઇસ્તા બલ્લીના ઘરે પણ ગઇ હતી. આવામાં હવે બલ્લી પંડિતને પ્રયાગરાજ પોલીસ શાઇસ્તા પરવીનને લઇને પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત બલ્લીની પૂછપરછ કર્યા બાદ પોલીસ ટીમ શાઈસ્તાના સંભવિત ઠેકાણાઓ પર પણ દરોડા પાડવા જઈ રહી છે.
MLA રાજુ પાલ પર કર્યુ હતું ફાયરિંગ
2005માં પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં સંડોવાયેલા બલ્લી પંડિત પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, અપહરણ, હિંસા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 14 ગંભીર કેસ નોંધાયેલા છે. બલ્લી છેલ્લા 20 વર્ષથી અતીક ગેંગ સાથે સંકળાયેલો હતો. અતીક અહેમદ જેલમાં ગયા પછી તે શાઇસ્તા પરવીન સાથે પડછાયાની જેમ રહેતો હતો. તે પોતે ખંડણીની રકમ વસૂલતો હતો.