- ભારતીય મ્યુઝિયમને બોમ્બથી ઉડાવાનો કોલકાતા પોલીસને મળ્યો ધમકી ભર્યો મેઇલ
- કોલકાતા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ મ્યુઝિયમે પહોંચી
- બોમ્બ સ્ક્વોડ ટીમ ઈન્ડિયન મ્યુઝિયમની અંદર તપાસ કરી તેજ
26 જાન્યુઆરી પહેલા પશ્ચિમ બંગાળમાં ભારતીય મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે . આ અંગે પોલીસને ધમકીભર્યો મેલ આવ્યો છે. આ પછી કોલકાતા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઈન્ડિયન મ્યુઝિયમ પહોંચી છે અને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પ્રવાસીઓના પ્રવેશ પર પણ થોડા કલાકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ટેરરિસ્ટ 111 નામના જૂથે કોલકાતા પોલીસને એક મોકલ્યો મેલ
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર ટેરરિસ્ટ 111 નામના જૂથે કોલકાતા પોલીસને એક મેલ મોકલ્યો છે. આ ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા સ્થિત ભારતીય મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની યોજના છે. આ પછી પોલીસ સક્રિય થઈ અને બોમ્બ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી. બોમ્બ સ્ક્વોડ ટીમ ઈન્ડિયન મ્યુઝિયમની અંદર તપાસ કરી રહી છે. ઉપરાંત, મુલાકાતીઓને મ્યુઝિયમની બહાર રોકવામાં આવ્યા છે.
મુંબઈમાં પણ નવા વર્ષ પર ધમકી મળી હતી
તમને જણાવી દઈએ કે નવા વર્ષના એક દિવસ પહેલા મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટની ધમકી મળી હતી. એક વ્યક્તિએ 31 ડિસેમ્બરે પોલીસ નંબર પર ફોન કરીને કહ્યું હતું કે મુંબઈમાં બ્લાસ્ટ થશે અને તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. આ પછી દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતી. આના થોડા દિવસો પહેલા મુંબઈની ઘણી બેંકોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.