સાયબર ફ્રોડ કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CBIએ પૂણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા લોકોની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે માહિતી આપી હતી કે તેણે કથિત સંગઠિત સાયબર અપરાધ સંબંધિત કેસમાં 32 સ્થળોએ દરોડા પાડીને 26 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સીબીઆઈએ પૂણેમાંથી 10, હૈદરાબાદમાંથી 5 અને વિશાખાપટ્ટનમમાંથી 11 લોકોની ધરપકડ કરી છે. CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે ઈન્ટરનેશનલ ઓપરેશન્સ વિભાગે 24 સપ્ટેમ્બરે ઓપરેશન ચક્ર-3 હેઠળ કેસ નોંધ્યો હતો. તે જ સમયે, તપાસ શરૂ થયા પછી, તપાસકર્તાઓએ ગુરુવારે મોડી સાંજથી અત્યાર સુધીમાં પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.













